Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સીદાસ અને રમત સાથે પુત્રવાદ ચોરો એ હકીકતો ત્રણ અધિકૃત નથી.
મીરાંના આરાધ્યદેવ યુદાવનવાસી કૃષ્ણ છે અને એ કૃષ્ણ પ્રત્યેની એમની ભક્તિ વ્યાપક વૈષ્ણવભક્તિ છે, એ કૃષ્ણ પ્રિયતમ છે તો એ અધૌહારક, ભીડભંજક પરમતત્ત્વ પણ છે, જેને કામના કરીને, સેવા કરીને, સ્મરણ કરીને શરણે જઈને પામી શકાય કૃષ્ણભકિતમાં વલ્લભમત ને ચૈતન્યમત જેવી સાંપ્રદાયિક વિચારધારાઓ તે સમયે વિકસી ચૂકી હતી. અને એમના કેટલાક વિચારોનો પ્રભાવ મીરાંબાઈની ભકિત પર જોઈ શકાય, તોપણ એમની કવિતાને કોઈ સંપ્રદાયવિશેષ સાથે સાંકળી શકાય એમ નથી.
મીરાંબાઈનાં પદો પર અન્ય સંપ્રદાયોની અસર જોવાના પ્રયત્ન પણ થયા છે. ‘જોગી હોવા જુગત ણા જાણા, ઉલટ જમ રૉ ફાંસી' જેવી ીતોને આધારે યોગમાર્ગો નાથસંપ્રદાયની, ‘ગગન મંડપ પૈસે પિયાકી, કિસ વિધ મિલણા હોય' ને આધારે નિર્ગુણભકિતની કે ‘રામ’ ‘રઘુનાથ’ જેવા શબ્દપ્રયોગોને આધારે રામાનન્દી સંપ્રદાયની અસર એમની ભકિતભાવના પર હોવાનું અનુમાન થયું છે, પરંતુ મીરાંબાઈનાં આ પદો કે પદપંકિતઓ પ્રક્ષિપ્ત હોવાની સંભાવના વિશેષ છે.
મીરાંબાઈને રાર્જન વિપુત્ર નથી. એમને નામે મળતી રચનાઆમાંથી ઘણી એમની હોવાની સંભાવના નથી, અને તોપણ એમનું જેટલું છે તેટલું સર્જન પણ એમને ઊંચી કોટિનાં કવિ ગણવી પડે એવું સત્ત્વીય છે.
મીરાંબાઈનો કવિયશ એમનાં પદો (મુ.) પર નિર્ભર છે. ગુજરાતી, રાજસ્થાની અને વ્રજમાં એમને નામે મળતાં કુલ પદોની સંખ્યા આશરે ૧૪૦૦ જેટલી છે, પરંતુ એમાં એમનાં અધિકૃત પદોની સંખ્યા. ઝાઝો નથી. આ પર્ધામાં વિષયનું ઝાઝું વૈવિધ્ય નથી, કલ્પનાનું કોઈ ભવ્ય ઉડ્ડયન નથી, રચનાની ચાતુરી નથી, એમાં તો મુખ્યત્વે છે કૃષ્ણવિરહ, થોડુંક કૃષ્ણરૂપવર્ણન, થોડીક અંગત જીવનની વિષદો અને થોડોક ભક્તિબોધ, છતાં ગાય, ચિત્રાત્મકતા, સના કહેવાં ગુણોથી એમાંની કૃષ્ણપ્રીતિ અદનામાં અમા માનવીના હ્રદયને સ્પર્શી જાય છે.
પદો સિવાય કેટલીક લાંબી રચનાઓ મીરાંબાઈને નામે મળે છે. એમાં સૌથી વિશેષ ધ્યાનપાત્ર ચોપાઇના બંધવાળી મેં સંવાદાત્મક રીતિમાં વખાયેલી ‘મરચીના માયરાની સું માયરા(મુ.) કૃતિ છે. આ કૃતિમાંથી ઘણો કાંપ અંક કાઢી નાખીને પછી પણ એમાંના પોડાક શોનું કર્તૃત્વ મીરાંબાઈનું છે એમ કેટલાક માને છે. પરંતુ આખી કૃતિ જ મીરાંકૃત નથી એ માન્યતા વધારે સાચી લાગે છે. રામાનંદી સંપ્રદાયનાં મંદિરોમાંથી જ મળતી કૃતિની પ્રતો, કૃતિના પ્રારંભમાં શમાનન્દની થયેલી વધુપડતી પ્રશસ્તિ, કૃતિ પર જોવા મળતો તુલસીદાસના રામચરિત માનસનો પ્રભાવ અને ઘણી પંક્તિઓ પર જોવા મળતી પ્રેમાનંદના ‘મામેરું’ની અસર વગેરે બાબતો આ કૃતિ પાછળના સમયમાં અને કોઈ રામાનન્દી સાધુ મીરાંદાસ દ્વારા રચાઈ હોવાનું માનવા પ્રેરે એવી છે. ‘(પિપાજીનું)ચરિત્ર’ પણ મીરાંદાસની જ
મીરાં મહમદશાહ : મીરાં મહેદી
Jain Education International
રચના હોવાની સંભાવના છે. ૮૦ કડીની ‘સતભામાનું રૂસણુ (મુ.) એમાંના ગરબાપ્રકાર, ભાષાના અર્વાચીન સ્વરૂપ અને મીરાંની પ્રચલિત નામાપના અભાવને કારણે મીરાકૃત લાગતી નથી. એ જ પ્રમાણે ૫૮ કડીની ‘નરસ મહતાચી હૂંડી’, ‘ગીતગોવિંદની ટીકા' વગેરે કૃતિઓ પણ મીરાંબાઈની હોવાની સંભાવના નથી.
કૃતિ :૧, મીકી પ્રામાણિક પદાવલિ (હિન્દી), ભગવાનદાસ તિવારી, ઈ.૧૯૭૪ (+સં.); ૨. મીરાંનાં પદ, સં. ભૂપેન્દ્ર ત્રિવેદી, હૈ,૧૯૬૨ (સા); ૩. મીરાંના પદો, સ. કે. કા, શાસી, ઈ.૧૯૮૪ (સં.); ૪. મીરાં-બૃહત-પદ-સંગ્રહ (હિન્દી), સં. પદ્માવતી શબનમ, ઈ. ૧૯૫૩ (+સં.); ૫. મીરાંબાઈનાં ભજનો, સં. હરસિદ્ધભાઈ દિવેશિયા, ઈ. ૧૯૭૬ (૧૦મી આ; . મીરાબાઈનાં વધુ ગુજરાતી પહો, સં. ભુપેન્દ્ર ત્રિવેદી, ઈ. ૧૯૬૯ (સં.) ૭. મીરાબાઈ એક મનન, માંજુલાલ ૨. મજમુદાર, ઈ, ૧૯૭૫ (f) [7 ૪. બુકાઇયન : ૧, ૩, ૫, ૬, ૭ (+સ).
૭.
સંદર્ભ : ૧. મીરાં, રતિલાલ મો. ત્રિવેદી, ઈ. ૧૯૫૯; ૨. એજન, હસિત હ. બૂચ, ઈ.૧૯૭૮; ૩. એજન, નિરંજન ભગત, ઈ. ૧૯૯૬ ૪. મીરાં સ્મૃતિગ્રન્થ (હિન્દી), સં. નામ શ વગેરે, ઈ. ૧૯૭૨; ૫. મીરાંબાઈ, ભાનુસુખરામ મહેતા, ઈ. ૧૯૧૮; ૬. એજન (હિન્દી), ડૉ. પ્રભાત, ઈ. ૧૯૬૫; આપણાં સાક્ષરરત્નો : ૧, ન્હાનાલાલ કવિ, ઈ. ૧૯૩૪‘મહારાણી મીરાં'; ૮. આરાધના, ચૈતન્યબહેન જ. દિવેટિયા, ઈ. ૧૯૬૮-‘પ્રેમમૂર્તિ મીરાં’; ૯. કવિચરિત : ૧-૨; ૧૦. કાવ્યતત્ત્વવિચાર, આનંદશંકર ધ્રુવ, ઈ. ૧૯૩૭ (બીજી આ.)—‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસીદાસ'; ૧૧. ક્લાસિકલ પૉએટ્સ વ ગુજરાત (અં.), ગોવર્ધનરામ ત્રિપાઠી, ઈ. ૧૯૧૬ (બીજી આ.); ૧૨. ગુલિટરેચર; ૧૩. ગુસાઇતિહાસ : ૨; ૧૪. ગુસામધ્ય; ૧૫. ગુસારૂપરેખા : ૧; ૧૬. થોડાંક રસદર્શનો, ક. મા. મુનશી, ઈ. ૧૯૩૩—‘ભકિતનો મધ્યાહ્ન અને ગુજરાતી સાહિત્ય’; ૧૭. નોવિહાર, રા. વિ. પાઠક, ઈ, ૧૯૬૧-મીરાં અને અખો'; ૧૮, નર્મગદ્ય, નર્મદાશંકર લા. દવે, ઈ. ૧૯૭૫ની આ.--‘કવિચરિત્ર’; ૧૯, ભાવલોક, ચિમનલાલ ત્રિવેદી, ઈ. ૧૯૭૬ નરસિંહમીરાંની ઉપમા': ૨૦. વાગીશ્વરીનાં કર્ણક, દર્શક, ઈ. ૧૯૬૩ મીરની સાધના'; ] ૨૧, ફાર્માસિક, એપ્રિલ-જૂન ૧૯૫૮-‘મીરા, હીરાબહેન પાક ૨૨ એજન, એપ્રિલ-જૂન ૧૯૬૫-‘મીરાંબાઈ, અનુ ભૂપેન્દ્ર ત્રિવેદી; ૨૩, બુદ્ધિપ્રકાશ,ડિસે. ૧૯૮૬-મીરાનું કવિકર્મ, જયંત કોઠારી; ] ૨૪. ગૃહાયાદી, ૨૫ ડિસેંગોંગબીજે ૨૧. ૨.સો.] ડિકેટલૉગભાવિ; ૨૭. મુપુગૃહસૂચી. મીરાં મહમદશાહ [
]: સૈયદ ખોજા કવિ.
૧૩ કડીના ‘ગિનાન’(મુ.)ના કર્તા, કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪.
મીરાં મહેદી
૧૩ ડીના ગિનાન'(મુ.)ના કર્તા, કૃતિ : સૈઇશાગીસંગ્રહ : ૪.
For Personal & Private Use Only
[.ર.દ.]
: સૈયદ ખોજ વિ.
[.૨.૬.]
ગુજરાતી સાહિત્યકોશ : ૩૧૭
www.jainalibrary.org