Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાને ઇતિહાસ
૩૧ ઉપરથી બેમાંથી એક અનુમાન સત્ય હોવું જોઈએ –૧. ઈ. સ.ના ૧૫મા સૈકાની ભાષા જૂની ગુજરાતી હતી અને કવિ નરસિંહનાં કાવ્યે નકલ કરનારાઓએ બદલીને લખ્યાં છે; અથવા તે ૨. પ્રચલિત ભાષા કવિ નરસિંહના કાવ્યમાં છે તેવી જ હતી, પરંતુ જૈન સાધુએ પિતાની ભાષામાં રાસાઓ લખતા, તેમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે પ્રાકૃત ને હિંદીમારવાડી ભાષાઓનું મિશ્રણ હતું અને કેટલાક બ્રાહ્મણ ગ્રન્થકારે પણ એ શેલીનું અનુકરણ કરતા. ભાલણનીજ કાદમ્બરી’ અને ‘નળાખ્યાનની ભાષામાં ફેર છે, જોકે તેમાં પણ જૂની ભાષાના શબ્દો-કિમ, કુણ, ઈત્યાદિ જોવામાં આવે છે. ખતમાં ઘણા જૂના વખતથી ચાલી આવતી શૈલી સચવાય છે એ જાણીતી વાત છે. આ બેમાંનું કયું અનુમાન સત્ય છે તે નક્કી કરતા પહેલાં ઘણાં હસ્તલિખિત પુસ્તકના સંશોધનની જરૂર છે. પણ એટલું તે નકકી જ છે કે ઈ. સ.ના ૧૫મા ને ૧૯મા સૈકામાં જૂની ગુજરાતી ભાષામાં લખેલા બ્રાહ્મણ ગ્રન્થ તથા જૈન ગ્રન્થ મળી આવે છે અને તે બનેની ભાષા લગભગ સરખી છે. જૈન પુસ્તકોમાં માત્ર પ્રાકૃત શબ્દો અને હિંદી મારવાડી શબ્દ વિશેષ જોવામાં આવે છે. વળી આગળ નમુનાઓમાં દર્શાવ્યું છે તેમ જૂની શૈલીને નવીમાં સહેલાઈથી બદલી શકાય એવા રાગમાં બધા એ સૈકાનાં પુસ્તક લખેલાં છે અને એ ફેરફાર થતે એમ રા. નવલરામભાઈને હાથ લાગેલી હરિલીલાસેળકળા' (ભીમકવિવિરચિત) પુસ્તકની પ્રત* પરથી માલમ પડે છે; એ પણ ધ્યાનમાં રાખવાનું છે. અપભ્રંશના નમુના:
ढोल्ला सामला धण चम्पा-वण्णी । णाइ सुवण्ण-रेह कस-वट्टइ दिण्णी ॥
* એ પ્રતને નમુને આગળ આપે છે,