________________
૩૩૮ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ મુગલ કચેરીમાં ફારસી ભાષા સભ્યતા અને સાહિત્યની ભાષા હતી, તેથી તેમાંથી એ શબ્દ આવ્યા છે.
પશ્ચિમ ને પૂર્વ હિંદી અને તેની બેલીઓ-ઉપર દર્શાવ્યા પ્રમાણે ગંગાયમુનાને પ્રદેશ અને તેની ઉત્તરદક્ષિણને ભાગ તે પશ્ચિમ હિંદીને પ્રદેશ છે અને એની પ્રશ્ચિમે પંજાબીને પ્રદેશ અને પૂર્વે પૂર્વ હિંદીને પ્રદેશ છે.
પશ્ચિમ હિંદી ને પૂર્વ હિંદીની કેટલીક પ્રાન્તિક બોલીઓ વિષે જાણવું જરૂરનું છે. પૂર્વ હિંદીની એક અગત્યની પ્રાન્તિક બેલી અવધી છે, તે અધ્યામાં બોલાય છે. પશ્ચિમ હિંદીની બોલીઓમાં બદલી બુંદેલખંડમાં, વ્રજભાષા મથુરાની આસપાસ, કને મધ્ય ગંગાયમુનાના અને ઉત્તરના પ્રદેશમાં, અને હિંદુસ્તાની એ દિલ્હી ને ઉપલા ગંગાયમુનાના પ્રદેશમાં બોલાય છે. આ પ્રમાણે હિંદુસ્તાની એ પશ્ચિમ હિંદીની એક પ્રાન્તિક બેલી છે અને રૌની પ્રાકૃતમાંથી ઉદ્ભવી છે. દિલ્હીની આસપાસના પ્રદેશની એ કુદરતી ભાષા હતી. બજારમાં એકઠે થનારે ઘણે ભાગ એ ભાષા બેલ. આથી તે બજાર ની ભાષા થઈ. અહિંથી તે મુગલ છાવણની ભાષા થઈ અને બાદશાહના અધિકારીઓએ તેને હિંદુસ્તાનના બધા ભાગમાં ફેલાવી, એમાં ઉર્દૂ ને હિંદી એ ભિન્ન બોલીઓ છે. ઉર્દુ એ મૂળ છાવણીની ભાષા હતી. મુગલના સમયમાં ફારસી દરબારી ભાષા હેવાથી ઉર્દુમાં ખૂબ ફારસી શબ્દ દાખલ થયા. બંધારણમાં ઉ ભાષા હિંદ-આર્ય ભાષા છે, તે પણ તેમાં એટલા બધા ફારસી શબ્દ છે કે તે ફારસી ન જાણનારને સમજવી મુશ્કેલ પડે છે. અંગ્રેજ લેકે હિંદુસ્તાનમાં આવ્યા પછી ઉર્દનું ગદ્યસાહિત્ય ઊભું થયું. ફેર્ટ વિલિઅમના મહાવિદ્યાલયમાં પાઠ્ય પુસ્તકની જરૂર પડી, તે પૂરી પાડવા એ સાહિત્ય રચાયું. એજ વખત ફેર્ટ વિલિઅમના બીજા શિક્ષકેએ હિંદુસ્તાનીના હિંદી સ્વરૂપને જન્મ આપ્યો. ઉર્દૂમાંના ફારસી શબ્દ કાઢી નાખી તેને