________________
પ્રબન્ધઃ પ્રકાર; કાવ્યવિચાર
૪૭૧
એ વૃત્તિની-વર્તનની પેઠે આહાર્યક-કૃત્રિમ શાભા આણે છે. પા પરસ્પર અનુચુણુ રહી વિશ્રાન્તિ પામે તેને શય્યા કહે છે. શય્યામાં જેમ શરીરના અવયવ પરસ્પર અનુકૂળ સ્થિતિમાં વિરામ પામે છે, તેમ પાના પરસ્પર અનુકૂળતામાં વિરામ-પદેાની ઉત્કૃષ્ટ અન્યાન્ય મૈત્રી-તે શય્યા છે. રસના અમુક પ્રકારના આસ્વાદને પાક કહે છે. પાક એ હૃદયંગમ અર્થગાંભીર્ય છે. શરીરને જેમ પાક-પરિપત્ર વસ્તુના આસ્વાદ-અભીષ્ટ છે તેમ કાવ્યમાં પાક રસમાં ઉત્કૃષ્ટ આસ્વાદ ઉત્પન્ન કરે છે-એર લહેજત આણે છે. આ રીતે વ્યવહારમાં જેમ શરીરની સંપત્તિ વિત, ગુણુ, અલંકાર, સ્વભાવ, વર્તન, શય્યા, તે પાક છે; તેમ કાવ્યની સંપત્તિ શબ્દાર્થ, વ્યંગ્યવૈભવ, ગુણુ, અલંકાર, રીતિ, વૃત્તિ, શય્યા, તે પાક છે.
રીતિઃ વૃત્તિ: શય્યા ને પાક—રીતિ એ ભાષાશૈલીના ભિન્ન ભિન્ન પ્રકાર છે. જેમ અંગની જુદી જુદી વ્યવસ્થાથી તેમાં ગુણ એટલે ઉત્કર્ષ ઉત્પન્ન થાય છે તેમ ગુણને ઉત્પન્ન કરનાર વર્ણવિન્યાસવિશેષ તે રીતિ છે. આ ભિન્ન ભિન્ન પવિન્યાસપ્રણાલીને ઠંડી વાણીના વિચિત્ર માર્ગ કહે છે. વૈદર્ભી, ગૌડી, ને પાંચાલી એ ત્રણને કાવ્યમાં મુખ્ય રીતિ માની છે. કામલ વર્ણ, અપસમાસ, અને મૃદુ અન્ધ, એવી રચના તે વૈદર્ભી રીતિ છે. ઉદ્ધૃત પદથી વિરાજિત, એબેગુણુયુક્ત ને કાન્તિનુયુક્ત જે રચના તે ગૌડી રીતિ કહેવાય છે. કાન્તિ ગુણ એટલે પદાની ઉજ્જ્વલતા. અર્થાત્ ઉજ્જ્વલ એટલે શિષ્ટ, ગ્રામ્યતાહીન પદથી યુક્ત રચના તે કાન્તિગુણુ છે. જેઓ માધુર્ય, એજસ્, તે પ્રસાદ એ ત્રણજ ગુણુ માને છે તેએ કાન્તિગુણને માત્ર ગ્રામ્યતાનેા વિપર્યયજ-ગ્રામ્યતાથી ઉલટાજ ગણે છે. વૈદર્ભી ને ગાડી એ બંને રીતિનાં જેમાં લક્ષણુ હાય તેને પાંચાલી રીતિ કહે છે.
આ ત્રણ પ્રકારની રીતિને મમ્મટ અનુક્રમે ઉપનાગરિક, પરુષ, કામલ વૃત્તિ કહે છે. વૃત્તિ એટલે રસવ્યાપારી ને તે વ્યાપારવાળી વર્ણરચના તે વૃત્તિ, એવેા વૃત્તિને અર્થ છે.
રીતિ ને વૃત્તિ—રીતિ અને વ્રુત્તિ ભિન્ન છે. રીતિ શબ્દગુણને આશ્રયે છે; એને અર્થ સાથે સંબંધ નથી. માત્ર ભિન્નભિન્ન પ્રકારની