Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૮૩ મદ નીકળતે, તેથી તેઓ અન્ય–ઉન્મત્ત હતા (“અન્ય” શબ્દ લક્ષ્યાર્થમાં છે; પણ પ્રજામાં કેઈ અહંકારથી અંધ ન હતું. અહિં પરિસંખ્યા ગમ્ય છે. “મદાન્યતા હાથીઓમાં હતી, પ્રજામાં નહિ” એમ હોય તે પરિસંખ્યા ઉક્ત થાય. એમાં પ્રજામાં મદામ્પતાને ત્યાગ વર્ણવ્યું છે ને હાથીમાં તેને નિયમ વર્ણવ્યું છે. એકત્ર ત્યાગ ને અન્યત્ર નિયમ તે પરિસંખ્યા.
“નળના રાજ્યમાં બંધન નામે, એક પુસ્તકને બંધનજી; દંડ એક શ્રીપાતને હાથે, ધન્ય વીરસેન નન્દનજી. ભય એક તસ્કરને વરતે, કમાડને વિજેગજી,
નળાખ્યાન, કડ૦ ૬૪મું વળી,
જુગ્ન કપાટ વિજેગ પુરમાં, જુઓ રહે અષ્ટ જામજી. ઉચ્ચાટ એક અધમીને વર્તે, સકંપ એક વજાજી
નળા, કડ૦ ૧૪મું દૃષ્ટાન્ન--બે વાક્યમાં ઉપમાન અને ઉપમેયની વચ્ચે તેમજ તેમના સાધારણ ધર્મોની વચ્ચે બિંબપ્રતિબિંબભાવનું-સાદશ્યનું વર્ણન હોય તે તેમાં અલંકાર દૃષ્ટાન્ત છે. દાખલા:-
હે ઈશ્વર ! તારૂં મરણજ મનુષ્યને પવિત્ર કરે છે, તે એ સ્મરણની સાથે સ્તુતિ હોય તે તે તેને કેટલે બધે પવિત્ર કરે! દૂધ જાતેજ મીઠું છે તે ખાંડ ભેળેલું દૂધ કેટલું બધું મીઠું થાય!
આમાં બે વાક્યમાં નીચે પ્રમાણે બિંબપ્રતિબિંબભાવ છેઉપમેય ઉપમાન
સામાન્ય ધર્મ સમરણ
પવિત્ર કરે છે મીઠું છે સ્તુતિયુક્ત ખાંડ ભેળેલું વધારે વધારે સ્મરણ
પવિત્ર કરે છે. મીઠું થાય છે.