Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
પ્રમન્ય: પ્રકાર; કાવ્યવિચાર
૪૮૭
બંનેને સાથેજ થતાં વર્ણવવાં કે કાર્યને કારણની પહેલાં થતું વર્ણવવું એ અતિશયાક્તિના પાંચમા પ્રકાર છે; જેમકે,
તે વીર પુરુષ ધનુo પર બાણુ ચઢાવે છે કે તેની સાથેજ કે તેની પહેલાં શત્રુઓ નાસી જાય છે.
કાર્ય પ્રથમ ને કારણ પછી એને ‘કુવલયાનંદ’માં ‘ચપલાતિશયાક્તિ' કહી છે.
આ બધા અતિશયક્તિના પ્રકારમાં વણ્ય પદાર્થના અતિશયઉત્કર્ષ વર્ણવવાના હોય છે; માટે એ અતિશાક્તિ કહેવાય છે.
નિદર્શના--એ વસ્તુ વચ્ચે સંબંધ ન ઘટે તેથી ઉપમાની કલ્પના કરવી પડે ને તેમાં પર્યવસાન થાય તે અલંકાર નિદર્શના કહેવાય છે.
ખેલ મા મેલ મા ખેલ મા રે રાધાકૃષ્ણ વિના બીજું ખેલ મા, સાકર શેરડીના સ્વાદ તજીને કડવા તે લીમડા ઘાળ મા રે, રાધાકૃષ્ણ૦’
રાધાકૃષ્ણ વિના બીજું ખેલવું તે સાકરશેરડીના સ્વાદ તજીને કડવા લીમડા ઘાળવા જેવું છે, એવા અર્થ છે.
અલ્પ બુદ્ધિવાળા હું ક્યાં ને સૂર્યમાંથી ઉત્પન્ન થયલા રઘુને વંશ ક્યાં ? હું એક હાડકા વડે સમુદ્ર તરવા ઇચ્છું છું.
11
એટલે અલ્પ બુદ્ધિવાળા રઘુવંશ વિષે કાવ્ય કરનારા હું હાડકા વડે સમુદ્ર તરવા ઇચ્છનારના જેવા છું.
માત પિતાની આજ્ઞા, પુત્ર જે પ્રતિપાળે,
તેને અડસઠ તીર્થ ઘર વિષે, એમ કહ્યું દીન દયાળે.’ પ્રેમા–વામનચરિત્ર’, કડ૦ ૭મું
જે માબાપની આજ્ઞા પાળે છે તેના ઘરમાં અડસઠ તીર્થ વસતાં હાય એવું છે.