________________
૪૯૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ બીજસંબદ્ધ અર્થ પ્રયજનને સાધી તેને નિર્વાહ કરે છે તે નિર્વહસંધિ છે, આ પ્રમાણે નાટકના વસ્તુના પાંચ ભાગ તે નાટકની પાંચ સંધિ કહેવાય છે. | નાટય, નૃત્ય, અને નૃત-અભિનયના ચાર પ્રકાર છે-કાયિક (કાયા વડે કરેલો), વાચિક (વાણુ વડે કરેલો), આહાર્ય (વેષરચના આદિથી કરેલો), અને સાત્વિક (ખંભાદિ આઠ સાત્વિક ભાવથી કરેલું). ચાર પ્રકારના અભિનયથી ધીરેદાર આદિ નાયકની અવસ્થાનું રસાશ્રય અનુકરણ તે નાટય. તેજ નાટય દૃરય હોવાથી રૂપ કહેવાય છે અને નટને વિષે રાગાદિની અવસ્થાને આરેપ હોવાથી તે રૂપક પણ કહેવાય છે. રસાશ્રય હોવાથી તેમાં વાક્ષાર્થને અભિનય થાય છે અને સાત્વિક અભિનય પુષ્કળ હોય છે. નૃત્ય એ ભાવાશ્રય છે અને એમાં પદાર્થને અભિનય છે. એમાં આંગિક અભિનય. પુષ્કળ છે. વૃત એટલે “ગાત્રને વિક્ષેપ કરો” એ ધાતુ પરથી “નૃત્ય શબ્દ વ્યુત્પન્ન થાય છે. નૃત્યને લોકો પ્રેક્ષણીક પણ કહે છે અને એ કરનારા નર્તક કહેવાય છે. નાટયના કરનારા નટ કહેવાય છે. “નાટય” શબ્દ ન એટલે કંઈક ચલન કરવું એ ધાતુ પરથી નિષ્પન્ન થયે છે; તેથી એમાં સાત્વિક ભાવ પુષ્કળ હોય છે. નૃત્યને માર્ગ પણ કહે છે. તાલ અને લયથી યુક્ત તે નૃત્ત કહેવાય છે અને દેશ્ય એનો પર્યાય શબ્દ છે.
પ્રકરણ-પ્રકરણમાં ઈતિવૃત્ત ઉત્પાદ્ય હોય છે. શૃંગારજ પ્રધાન રસ હોય છે. વિપ્ર, અમાત્ય, કે વણિક ધીરશાન્ત નાયક હોય છે.
શ્રવ્ય કાવ્ય પ્રકાર–શ્રવ્ય કાવ્યના બે પ્રકાર છે–-પદ્ય અને ગદ્ય. જેમાં છબદ્ધ પદસંતતિ હોય છે તે પદ્ય કહેવાય છે. એકજ ગ્લૅકનું નામ મુક્તક કહેવાય છે, બેનું યુમક, અને પાંચનું કુલક કહેવાય છે.
મહાકાવ્ય; ખંડકાવ્ય--મેટા કાવ્યને મહાકાવ્ય અને નાનાને ખંડકાવ્ય કહે છે. મહાકાવ્ય સબન્ધ હોય છે, એટલે એમાં સર્ગ હોય છે. આરંભમાં આશીર્વાદ, નમસ્કાર, કે વસ્તુનિર્દેશ, એટલે વર્ય વિષયની સૂચના હોય છે. તેમાં ઐતિહાસિક કથા કે અન્ય કથા સન્નાયકને આશ્રયે કપેલી હોય છે. તેમાં નગર, અર્ણવ, શિલ, ઋતુ, ચન્દ્રોદય ને સૂર્યોદયનું વર્ણન હોય છે. એવા અનેક પ્રકારના વર્ણન