________________
૪૨ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ
દ્રશ્ય ને શ્રવ્યવનિ ને ચિત્ર કાવ્ય એવા કાવ્યના પ્રકાર અગાઉ દર્શાવ્યા છે, તે ઉપરાંત દ્રશ્ય ને શ્રવ્ય એવા બે પ્રકાર છે. જે દેખી શકાય તે દ્રશ્ય ને સાંભળી શકાય તે શ્રવ્ય, નાટકાદિ દ્રશ્ય છે ને નળાખ્યાન” આદિ શ્રવ્ય છે. જેને અભિનય થઈ શકે એટલે રંગભૂમિ પર ભજવી શકાય તે નાટકાદિ. એમાં એકનું રૂપ–વેશ બીજે ધારણ કરે છે, માટે એ રૂપક કહેવાય છે. નાટક એ એક પ્રકારનું રૂપક છે. રૂપકના દસ પ્રકાર છે, તેમાં નાટક ને પ્રકરણ સામાન્ય છે. રૂપકોમાં જે મુખ્ય પુરુષ વર્ણવ્યા હોય છે તે નાયક કહેવાય છે ને મુખ્ય સ્ત્રી વર્ણવી હોય છે તે નાયિકા કહેવાય છે.
વસ્તુ: પ્રકાર–પ્રબન્ધનું વસ્તુ કે ઇતિવૃત્ત (પ્રબન્ધમાં જે કઈ વર્ણવ્યું હોય તે) બે પ્રકારનું હોય છે–આધિકારિક ને પ્રાસંગિક. મુખ્ય વરતુ તે આધિકારિક ને પ્રસંગે વર્ણવેલું તે પ્રાસંગિક. “રામાયણમાં રામ સીતાને વૃત્તાન્ત એ આધિકારિક વસ્તુ અને પ્રસંગે સુગ્રીવાદિને વૃત્તાન્ત વર્ણવ્યો છે તે પ્રાસંગિક છે. પ્રાસંગિક વસ્તુમાં મોટી કથાસુગ્રીવની છે તેવી–તે પતાકા ને નાની કથા–જટાયુની છે તેવી–તે પ્રકરી કહેવાય છે. એ દરેકના પાછા ત્રણ પ્રકાર છે–પ્રખ્યાત, ઉત્પાદ્ય, અને મિશ્ર. ઈતિહાસમાં પ્રસિદ્ધ એવી વસ્તુ તે પ્રખ્યાત, કવિકપિત તે ઉત્પાદ્ય, અને જેમાં બેનું મિશ્રણ હોય તે મિશ્ર. નળખ્યાન'માં વસ્તુ પ્રખ્યાત છે, “કાદમ્બરી', “માલતી માધવ', આદિમાં વસ્તુ ઉત્પાદ્ય છે. ઉત્તરરામચરિતમાં વસ્તુ મિશ્ર છે.
નાયકના પ્રકાર––નાયકના ચાર પ્રકાર છે- ધીરદાર, ધીરદ્ધત, ધીરલલિત, અને ધીરપ્રશાન્ત. નાયકમાત્રમાં પૈર્ય, વીર્ય, ઉત્સાહ વગેરે કેટલાક ગુણ હેવાઈએ. ધીરાદાત્ત ધીર અને ઉદાત્તઊંચાં લક્ષણવાળે, આત્મશ્લાઘારહિત હોય છે. રામ, યુધિષ્ઠિર, એ એવા નાયક છે. ધીર પણ દર્પયુક્ત–ઉદ્ધત તે ધીરેષ્ઠત. ભીમસેન વગેરે જેવા છે. ધીર અને કલાયુક્ત તે ધીરલલિત કહેવાય છે. “રત્નાવલી માં વર્ણવેલે વત્સરાજ એ નાયક છે. ત્રણ