Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૪૯૩
પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર નાયકથી અન્ય, ધીર અને શાન્ત, દ્વિજદિક ધીરપ્રશાન્ત નાયક છે. માલતીમાધવ'માં માધવ એ નાયક છે.
નાટક-નાટકમાં ઈતિવૃત્ત પ્રખ્યાત હોય છે. ઓછામાં ઓછા પાંચ અને વધારેમાં વધારે દસ અંક હોય છે. શૃંગાર કે વીર પ્રધાન રસ હેય છે; બીજા રસ ગૌણ હોય છે. નાયક ધીરેદાર હોય છે.
નાટકના વસ્તુના પાંચ ભાગ થાય છે તે નાટકની સંધિ કહેવાય છે. એક પ્રજનથી જોડાયેલા કથાભાગેને અન્ય પેટા પ્રજનની જોડે સંબંધ તે સંધિ. સંધિ પાંચ છે –
મુખ, પ્રતિમુખ, ગર્ભ, અવમર્શ, અને નિર્વહણું.
પ્રયજન સિદ્ધ કરવાના પાંચ હેતુ હોય છે તે અર્થપ્રકતિ કહેવાય છેબીજ, બિંદુ, પતાકા, પ્રકરી, ને કાર્ય એ પાંચ અર્થપ્રકૃતિ અથવા પ્રોજનસિદ્ધિના હેતુ છે. જે કાર્યસાધકને સહજ ઉદ્દેશ કર્યો હોય અને પાછળથી અનેક પ્રકારે વિસ્તાર પામે તે બીજરૂપ હેવાથી બીજ કહેવાય છે. અવાન્તર કથા સમાપ્ત થયે પ્રધાન કથાના અવિચ્છેદનું જે કારણ છે તે બિન્દુ કહેવાય છે. જળમાં તેલના બિન્દુની પેઠે એ અવાક્તર બીજ પ્રસરે છે માટે બિન્દુ કહેવાય છે. પતાકા ને પ્રકરી એ અનુક્રમે પ્રાસંગિક મેટી ને નાની કથા છે. કાર્ય એટલે ધર્મ, અર્થ, ને કામ; એ જે ફળ થાય છે તે. આ પાંચ અર્થપ્રકૃતિને કાર્યની પાંચ અવસ્થા સાથે સંબંધ છે. એ પાંચ અવસ્થા આરંભ, , પ્રાધ્યાશા, નિયતાપ્તિ, ને ફલાગમ છે. કાર્યને આરંભ, તેને માટે યન, કાર્ય પ્રાપ્ત કરવાની ઉત્પન્ન થયેલી આશા, એ આશા સુનિશ્ચિત થયેલી એવી નિશ્ચયપૂર્વક કાર્યપ્રાપ્તિ જેને નિયતાપ્તિ કહી છે તે અને સમગ્ર ફળની સંપત્તિરૂપ ફળયુગ એ પાંચ કાર્યની અવસ્થા છે. ઉપર વર્ણવેલી પાંચ બીજાદિ અર્થપ્રકૃતિ આરંભાદિ પાંચ અવસ્થા સાથે જોડાય છે, ત્યારે તે અનુક્રમે મુખાદિ પાંચ સંધિ બને છે. તેમાં ધર્મ, અર્થ, ને કામ એવું જે પ્રયોજન તેની કારણરૂપ પ્રથમ અર્થપ્રકૃતિની–બીજની ઉત્પત્તિ એટલે ફળાનુકુળતા-બીજનું ફલિત થવા તરફ વલણ તે મુખસંધિમાં વર્ણાય છે. પ્રતિમુખસંધિમાં એ બીજને કંઈકે લક્ષ્ય અને કંઈક અલક્ષ્ય જે પ્રકાશ થાય છે. આ પ્રમાણે કિંચિત પ્રકાશ પામેલા બીજને લાભ અને વિચ્છેદ, વળી લાભ અને વિચછેદ, એમ વારંવાર બીજનું અન્વેષણ ગર્ભસંધિમાં થાય છે. એમાં નિશ્ચયે ફળપ્રાપ્તિની નિર્ધારણે થતી નથી. પરંતુ આશા રહે છે. અવમર્શમાં ફલપ્રાપ્તિને નિશ્ચય થાય છે. છેવટે, જેમ