________________
૪૮૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
એ તે બળિયા સાથે બાથ, હરે હઠીલા રાણા, એ તે તરવું છે સાગર–નીર, હરે હઠીલા રાણ”.
ઓખાહરણ, કડવ રહ્યું આ પ્રમાણે પદાર્થ કે વાક્યર્થ વચ્ચે સંબંધ ન ઘટતે હોય ને તે ઘટાવવા ઉપમાને આશ્રય લે પડે ને એ રીતે ઉપમામાં પર્યવસાન થાય તે અલંકાર નિદર્શન કહેવાય છે. - વ્યાજસ્તુતિ-સ્તુતિ દ્વારા નિજ ને નિન્દાદ્વારા સ્તુતિ એ વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય છે. વ્યાજથી (નિન્દાદ્વારા) સ્તુતિ ને વ્યાજરૂપ (બેટી) સ્તુતિ અર્થાત્, સ્તુતિદ્વારા નિન્દા એમ બે અર્થમાં એ શબ્દનો અર્થ કર.
આહા! શી તમારી ચતુરાઈ કેવો ભાષા પર તમારે કાબૂ, કેવા ઉત્તમ વિચાર! – ઉપરથી સ્તુતિ છે, પણ નિન્દા ગમ્ય છે. હે રાજ! તારી કીર્તિએ શું શું કર્યું છે? શત્રુના મુખ પર તે કાળાશ દેખાય છે. – આમાં નિન્દા ઉક્ત છે ને સ્તુતિ ગમ્ય છે. આમાં વિપરીતલક્ષણ છે.
વિષમ–-બે વસ્તુ વચ્ચે અત્યન્ત અંતર વર્ણવેલું હોય છે તે અલંકાર વિષમ કહેવાય છે.
ક્યાં કુદરતની અદ્દભુતને અલૌકિક શોભા ને ક્યાં મારી ક્ષદ્રને દરિદ્ર વર્ણન શક્તિ!
આપણુ જીવ ને એ ભગવાન, હરે હઠીલા રાણા આપણે આગીઆ ને એ ભાણ, હરે
રણયજ્ઞ, કડ૦ ૧૧મું “કહાં રવિ ને કહાં આગ, કહાં જેગી ને કહાં શ્રીહરી.”
સુધન્વા-આખ્યાન, કડ઼૦ ૨૬મું