Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
પ્રમન્યઃ પ્રકાર; કાવ્યવિચાર
૪૮૯
સહેાક્તિ—એ પદાર્થનું સાથે હોવું ચમત્કારિક રીતે વર્ણવ્યું હાય ત્યાં એ અલંકાર છે. ‘સહુ’ (‘સાથે)ના અર્થના અન્વયખળથી એકાર્થપદ્ય અનેકાર્થવાચક થાય છે; ત્યાં સહેાતિ અલંકાર
કહેવાય છે.
જુવાની આવે છે એટલે ખાળપણ સાથે વડીલ તરફ્ના સ્નેહ જતા રહે છે, છાતીની સાથે અભિલાષા વિસ્તાર પામે છે, ખળની સાથે મદ વધે છે.
વિનાતિએકના વિના બીજું શેલે નહિ એવું કે શાલે એવું ચમત્કારિક રીતે વર્ણવ્યું હાય તા વિનાક્તિ અલંકાર થાય છે. ‘ચન્દ્ર વિના જેમ જામની રે, દીપ વિના જેમ ધામ; ત્યમ વિભીષણ માન્ધવ વિના, દિસે ઉજ્જડ લંકા ગામ, વીરા’
રણયજ્ઞ, કડે૦ ૧૦મું
વિનયે વિષ્ણુ શ્રી કેવી કેવી ચન્દ્ર વિના નિશા, રહિતા સત્કવિત્વથી કેવી વાણીવિદગ્ધતા. તે દુષ્ટ મિત્ર વિના ચન્દ્ર જેવા નિર્મળ રાજા શાલે છે.
વિરાધાભાસ——જ્યાં શ્લેષથી પદના બે અર્થ હાય, એક અર્થમાં એ પદાર્થ વચ્ચે વિરોધ હાય ને બીજા અર્થથી તે વિરોધનું નિરાકરણ કર્યું હાય—સમાધાન થયું હોય ત્યાં વિધ દેખીતા હાવાથી વિરાધ નથી, પણ વિરોધના આભાસ છે; માટે અલાર વિરોધાભાસ કહેવાય છે.
હું શંકર ! તમે શૂલ (૧ત્રિશૂલ—શિવનું આયુધ; ૨. એક પ્રકારના રાગ) ધારણ કરે છે. તાપણુ રોગરહિત છે અને વિષમ નેત્ર (૧ વિષમ=1 એકી સંખ્યાવાળું–શિવને ત્રણ નેત્ર છે; ૨. સમતારહિત) છે, તાપણુ સમષ્ટિવાળા (સમ=૧. એકી સંખ્યાવાળુ; ૨. સરખું) છે.