Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
‘સ્મરણ’ ને ‘દૂધ’ની વચ્ચે, ‘પવિત્ર કરે છે’ ને ‘મીઠું છે'ની વચ્ચે, સ્તુતિયુક્ત સ્મરણ’ ને ‘ખાંડ ભેળેલું દૂધ’, અને ‘વધારે પવિત્ર કરે છે’ અને ‘વધારે મીઠું થાય છે”ની વચ્ચે બિંખપ્રતિબિંબભાવ
સાદશ્ય છે.
૪૮૪
૨. તને જોઈનેજ તેનું તમ મન શાન્ત પામે છે. ચન્દ્રને જોઈને કુમુદ્વતીનું કરમાયલું પુષ્પ વિકસે છે.
આમાં ‘તને’ ને ‘ચન્દ્રને’, ‘તેનું તપ્ત મન' અને કુમુદ્ધતીનું કરમાયલું પુષ્પ’, ‘શાન્ત પામે છે અને વિકસે છે” વચ્ચે કિંમપ્રતિબિંબભાવ છે.
અને ઉદાહરણામાં સાધર્મ્સથી દૃષ્ટાન્ત છે. બંને વાક્યેામાં ધર્મનું સામ્ય છે.
વૈધર્મ્સથી દૃષ્ટાન્તનું ઉદાહરણ નીચે આપ્યું છેઃ— ૩. સાહસવીર ! તને ખર્ડુ પર હાથ મૂકતા જોઈ શત્રુના સૈનિકા નાસી જાય છે; ખરેખર, વાર્યુ ન હેાય ત્યારે ધૂળ સ્થિર હાય છે.
‘તું’ ને ‘વાયુ’, ‘શત્રુના સૈનિકા’ ને ‘ધૂળ’ વચ્ચે ખિમપ્રતિબિંબભાવ છે અને ‘નાસી જાય છે' અને ‘સ્થિર હાય છે'ની વચ્ચે વૈધત્મ્ય છે. આ પ્રમાણે આ ઉદાહરણ વૈધમ્યથી દૃષ્ટાન્તનું છે. ‘મેઘવીજવાય઼ થકી, ડાલે નહિ ગિરિરાય; આષિવ્યાધિઉપાધિથી વ્રતાળિ ચલિત ન થાય.’ નર્મકવિતા, પૃ૦ ૪૨૬
‘સહુકાર ફળ વામણા ઇચ્છે, અપંગ તરવા સિંધુ; તેમ દાસ તારા હું ઇચ્છું છઉં, બાંધવા પદબંધુ.' પ્રેમાનન્દ આખાહરણ' કડ૦ ૧હ્યું અતિશયાક્તિ--જેમાં વર્જ્ય પદાર્થનું અવણ્ય પદાર્થે નિગરણ કર્યું હોય, અર્થાત્, જેમાં વર્જ્ય પદાર્થ ખીલકુલ વપરાયેાજ ન હોય