Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ૪૮૧ વિનાશકાલે વિપરીત બુદ્ધિ એ સામાન્ય હકીકત છે. સર્વની બુદ્ધિ વિનાશકાળે વિપરીત થાય છે એમ સર્વને લાગુ પડે છે. એ સામાન્ય બાબતથી વિશેષ બાબતનું–ઉપરની ત્રણ લીમમાં વર્ણવેલી સીતાની બાબતનું-સમર્થન થાય છે, માટે અર્થાન્તરન્યાસ અલંકાર છે.
ઉભેક્ષા––ઉખેલા એટલે સંભાવના. કંઈક કારણથી એક વસ્તુની બીજી વસ્તુ તરીકે સંભાવના કરી હોય ત્યારે એ અલંકાર થાય છે. જાણે “શકે, “રખે એવા શબ્દ ઉàક્ષાના વ્યંજક છે. એ કેઈ શબ્દ ન હોય તે ઉપ્રેક્ષા ગમ્ય કહેવાય છે.
સકલ વનલતા પણ જાણે આંસુ ખરેખરાં પાડે તેમ પત્ર વેરે છે, ઉભરા એવા પ્રકારથી કાઢે
આમાં ઉüક્ષા અલંકાર છે. લતા ઉપરથી પત્ર પડે છે તે આંસુ ન હેય એવી કવિએ સંભાવના કરી છે. જાણે શબ્દ ઉપેક્ષાતક છે.
વેલ જાણે તેમની અવેવલે ફૂલી,
ચક્તિ ચિત્ત થયું મારું ને ગયે તત્વ ભૂલી. નળાખ્યાન. --આ દમયન્તીના વર્ણનમાં રૂપક ને ઉપ્રેક્ષા છે. “અવેવલ” ને હેમની વેલ” એ રૂપકના દાખલા છે. દમયન્તીના શરીરને હેમની લતાનું રૂપ આપ્યું છે. આમ અવયવિરૂપક બને છે. “જાણે શબ્દ મૂકીને કવિએ એમ બતાવ્યું છે કે દમયન્તીનું શરીર પ્રત્યક્ષ અવયવફૂલે ફૂલેલી કનકની લતારૂપ નહોતું, પરંતુ જાણે તેવું હોય એમ લાગતું હતું. આમ રૂપકને કવિએ ઉપ્રેક્ષામાં બદલી નાખે છે. જાણે શબ્દને લીધે ઉપ્રેક્ષા વાચ્ય છે. કેપ્યું રાવણ ભૂપનું મુખ જોતાં, અમરનારનાં વદન
અંત્રિક્ષ રેતાં; શું પ્રલે કરવા શિવે કેપ કીધે, શકે રાવણે કાળને વેશ લીધે.”
રણયજ્ઞ, કડવ રમું