________________
પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર
૪૭૯ વસ્તુનું પિતાની સાથે સારશ્ય વર્ણવવું તેને હેતુ ખુલ્લે જ છે કે તે અનુપમ છે એમ સૂચવવું છે. વસ્તુને પિતાની જ સાથે અન્વય થતું નથી, માટે અનન્વય અલંકાર કહેવાય છે.
ઉપમેપમા–બે પદાર્થને અમુક ગુણમાં અન્ય સરખાવ્યા હોય તે તે ઉપમેપમા અલંકાર થાય છે. એ ગુણમાં તૃતીય પદાર્થ એ બેના જે નથી એમ સૂચવવું એ એ અલંકારનું પ્રયોજન છે. ઉપમેયની સાથે ઉપમા-સાટશ્ય બતાવ્યું છે, માટે ઉપમેપમાં કહેવાય છે. દાખલ –
"સુગન્ધી નયનાનન્દી રમણીય સુરક્તતા; પદ્મના સમ છે વકત્ર વકત્રના સમ પદ્ધ છે.
જુદા જુદા ધર્મમાં પરસ્પર સાટશ્ય દર્શાવ્યું હોય તે તે ઉપમેપમા નહિ, પણ પરસ્પરેપમાં કહેવાય છે. - તુજસમ વિદ્યુત્ ગૌરી, તન્વી વિદ્યુલ્સમાં ભવતી (તૂએ).
તારા જેવી વીજળી ગૌરવર્ણની છે ને તું વીજળી જેવી સુકુમાર છે, એમ જુદા જુદા ધર્મમાં પરસ્પર ઉપમા છે, માટે પરસ્પરોપમા કહેવાય છે.
પ્રતીપ-પ્રતીપ” એટલે ઉલટું. એના મુખ્ય બે પ્રકાર છે. (૧) ઉપમાનનું કાર્ય ઉપમેય કરે છે તે ઉપમાનનું શું કામ છે એમ ઉપમાનને આક્ષેપ જેમાં હોય તે, અને(૨)ઉપમેયને ઉપમાન તરીકે વર્ણવવું તે.
* सुगन्धि नयनानन्दि मदिरामदपाटलम् । ઉોનમિવ વ તે સ્વામિવ પદ્દનમ્ એ પરથી