________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
ઈચ્છાંકુર મનુષ્યમાત્રમાં જન્મથી મુકાયલા છે આમાં રૂપક કે ઉપમા લઈ શકાય; કેમકે ઇચ્છાંકુર”ના વિગ્રહ એ રીતે થઈ શકે છે. ‘અંકુર જેવી ઈચ્છા’ એમ ઉપમિત સમાસ લઈએ તેા ઉપમાલંકાર થાય છે. પણ ‘ઇચ્છા એજ અંકુર’ એવે વિગ્રહ કરી કર્મધારય સમાસ લઈએ તો અલંકાર રૂપક થાય છે. એ વાક્યમાં ‘મુકાયલા છેને ઠેકાણે ‘ફૂટે છે’ હાય તેા તેની સાથે ‘અંકુર ’નાજ સંબંધ ઘટે, ‘ઇચ્છા’નેા નહિ; માટે સમાસના એવા વિગ્રહ કરવા જોઈએ કે તેમાં ‘અંકુર’ પદને પ્રાધાન્ય આવે; અર્થાત્, સમાસ કર્મધારયજ લેવા જોઈએ. એવા વાક્યમાં અલંકાર રૂપક થાય છે.
૪૭.
酒
· ક્રોધ અગ્નિ, જાનકી જ્વાળા, પવન લક્ષ્મણ વીર; રણયજ્ઞ શ્રીરામે કીધા, સમુદ્ર પેલે તીર. પ્રેમાનન્દ–‘રણયજ્ઞ’, કડ૦ ૧લું
વિભીષણને દીક્ષિત કીધા, હનુમાન લાવ્યેા ઉપહાર; ખાણુરૂપી સરવે હામ્યા, રાક્ષસના પરિવાર.’ પ્રેમા-રણયજ્ઞ’, કડ૦ ૧લું
ઉપમા
હિમાએ મહાદેવ સરખા, તેજે કરીને ભાણુ,’ રૂપક પ્રેમા, ચન્દ્રહાસ-આખ્યાન, કડ૦ ૨૨મું ‘પરનારી જેવી પાવકવાળા, સાપણુ વિખની વેલ.’ રણયજ્ઞ, કડ૦ ૧૦મું
(
આમાં ઉપમા ને રૂપક અન્તે છે. અનન્વય—કાઈ વર્જ્ય પદાર્થને એવા ચમત્કારિક રીતે
વર્ણવ્યા હાય કે તેની ખરાખરી તેજ કરે છે, બીજો કોઈ પદાર્થ કરી
શકતા નથી એમ માંહેથી નીકળે તે તે અનન્વય અલંકાર છે. રામરાવણનું યુદ્ધે રામરાવણના સમું.
*
* રામરાવળયોર્યુતું રામરાવળયોŕરવ એનું ભાષાન્તર