Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૪૭૬
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
કાવ્ય કહેવાય છે. આલંકારિકાએ એને અધમ કાવ્ય માન્યું છે, શબ્દાલંકારવાળું કાવ્ય શદુચિત્ર ને અર્થાલંકારવાળું અર્થચિત્ર કહેવાય છે.
શબ્દાર્થંકાર——અનુપ્રાસ અને યમક એ શદાલંકારમાં આવે છે. એકના એક વર્ષ એટલે વ્યંજન વારંવાર આવે તેને અનુપ્રાસ કહે છે. એકના એક સ્વર વારંવાર આવે તેમાં–ઝડમાં ચમત્કાર નથી. ગુજરાતી કવિતામાં પૂર્વાર્ધને છેડે જેવા અક્ષર આવ્યા હાય છે, તેને મળતા અક્ષર ઉત્તરાર્ધને છેડે આવે છે, તેને પ્રાસાનુપ્રાસ કહે છે. ભિન્ન ભિન્ન અર્થવાળા કે અર્થરહિત એ કે વધારે અક્ષર એકજ ક્રમમાં કરીને આવે છે ત્યારે યમક (સમક) થાય છે.
પ્રાસાનુપ્રાસ ને યમકના દાખલા:
6
૧ ભણવે ગતિ રાખ શનિશ્ચર સારી, નહિ આગળ દોડ પછાત વિસારી. પ્રથમે ધિરજે કર કામ રૂપાળું, અભિસ થકી પછી વ્હેલું જસાળું.'નર્મકાવ્ય આમાં છેલ્લા બે પાદમાં પ્રાસાનુપ્રાસ ને પહેલા એમાં યમક છે, ‘રચવા રચનાર રે ધણી કરુણાળુ કરુણા કરે ઘણી.’ અર્થાલંકાર અર્થાલંકારમાંના મુખ્ય વિષે ટૂંકું વિવેચન કર્યું છે. ઉપમા, રૂપક, વગેરે, અર્થના અલંકાર હાવાથી અર્થાલંકાર કહેવાય છે.
ઉપમાએ પદાર્થ વચ્ચે ચમત્કારી સાદૃશ્ય વર્ણવ્યું હોય તા ઉપમાલંકાર થાય છે.
અળમાં તે રાજા સિંહ જેવા છે, આમાં રાજા એ વર્જ્ય પદાર્થ ઉપમેય કહેવાય છે; કેમકે એને સિંહની સાથે સરખાજ્યેા છે. જેની