________________
૪૭૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રસમાં મધુર ને સરળ, વીર, રૌદ્ર, ને બીભત્સ રસમાં તેજસ્વી ને જુસ્સાદાર, તેમજ આડંબરયુક્ત, પણ સર્વત્ર અર્થ સમજાય એવી પ્રાસાદિક હેવી જોઈએ. સર્વ રસમાં પ્રસાદની આવશ્યકતા છે. પ્રસાદરહિત કાવ્ય તે કાવ્યજ નથી.
અલંકાર: ગુણ ને અલંકારનો ભેદ–કાવ્યમાં બહુધા શબ્દ ને અર્થ સાલંકાર હોવા જોઈએ. અલંકાર ઘણે ભાગે કાવ્યમાં હેવા જોઈએ. કવચિત ન હોય તો ચાલે.
• ગુણને અલંકારમાં ભેદ છે. ગુણો રસ વિના રહેતા નથી. અલંકાર તે રસ વિના રહે છે. ગુણ રસના અવશ્ય ઉપકારક છે; અલંકાર એવા નથી. ગુણો રસના ધર્મ છે, તેથી સાક્ષાત્ રસમાં રહે છે. અલંકાર રસમાં સાક્ષાત રહેતા નથી, પણ અંગદ્વારા રહે છે. રસ વિદ્યમાન હોય તે અંગદ્વારા એટલે શબ્દ અને અર્થ એ બે કાવ્યના અંગમાં ચાવ ઉત્પન્ન કરી, જેમ હારાદિ શરીરને શાભાવી આત્માને આનંદ પમાડી તેના ઉપકારક થાય છે તેમ અલંકાર રસરૂપ અંગીના કવચિત ઉપકારક થાય છે. કવચિત કહેવાનું કારણ એ કે રસ વિદ્યમાન હોય તેપણ અલંકાર કવચિત તેને પષતા નથી. જ્યાં રસને સંભવ છે ત્યાં અલંકારા રસના ઉપકારક થાય છે, એટલે શબ્દ અને અર્થમાં ઉત્કર્ષ મૂકી રસમાં વૃદ્ધિ કરે છે; પણ જ્યાં રસનો અસંભવ છે ત્યાં અલંકાર માત્ર ઉક્તિમાં વૈચિત્ર્ય ઉત્પન્ન કરે છે, અર્થાત, શબ્દ અને અર્થનેજ શોભાવે છે. કવચિત રસ વિદ્યમાન હોય છે તે પણ અલંકાર તેની ઝમાવટ વધારતા નથી. આ ગુણ અને અલંકાર વચ્ચે ભેદ છે. - શરીરસંપત્તિ ને કાવ્યસંપત્તિ-શબ્દ અને અર્થ એ કાચની મૂર્તિ-શરીર છે. વ્યંગ્યને વૈભવ એ કાવ્યનું જીવન છે. જેમ શરીરને હારાદિ અલંકાર ભૂષિત કરે છે, તેમ કાવ્યમાં ઉપમાદિ અલંકાર વ્યંગ્ય વૈભવન ઉત્કર્ષ કરે છે. આત્મામાં શિર્યાદિ ગુણની પેઠે કાવ્યમાં માર્યા દિ ગુણ છે. સ્વભાવ-ચેષ્ટાદિ જાતિયુક્ત ધર્મ-જેમ આત્માને ઉત્કર્ષ કરે છે તેમ રીતિઓ વ્યંગ્યને ઉત્કર્ષ કરે છે. વૃત્તિ.