________________
૪૬૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દૃષ્ટિક્ષેપ, વગેરે અનુભાવ કહેવાય છે. વિભાવ, અનુંભાવ, અને વ્યભિચારી ભાવના સંમિશ્રણથી સ્થાયી ભાવેનું વર્ણન અલૈકિક આનન્દ ઉત્પન્ન કરે છે અને રસસ્વરૂપ પામે છે. એવી રીતે, ઉપર ગણાવેલા આઠ સ્થાયી ભાવે અનુક્રમે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અને અદ્ભુત રસ બને છે. શાન્ત એ નવમે રસ છે અને તેને સ્થાયી ભાવ નિર્વેદ છે. આમાં શૃંગાર, કરુણ, ને વીર એ મુખ્ય ને સાધારણ રસ છે. ભેજરાજા તે એકલા શંગારને જ રસ માને છે. શૃંગારના સંભોગ ને વિપ્રલંભ એવા બે પ્રકાર છે. વિયેગમાં જે રતિ થાય તે વિપ્રલંભ. બે કામી સ્ત્રીપુરુષમાંથી એકનું મરણ થાય ને અન્યને તેને માટે શેક થાય, પરંતુ તે શેકમાં બીજી દુનિયામાં પુનઃ સંગ થવાની આશા હોય તે તે શૃંગાર કરુણવિપ્રલંભ કહેવાય છે. આશા ન હોય તે રતિને બદલે શેકરૂપ સ્થાયિભાવ થાયે છે ને તે કરુણરસ કહેવાય છે. રસની ઝમાવટ સહૃદયના મનને તદ્રુપ બનાવી દે છે અને બ્રહ્મના આસ્વાદના જે અલૌકિક રસને આસ્વાદ કરાવે છે, પાત્રની સાથે વિલાસ કરાવે છે, આનન્દમાં પ્રફુલ્લિત કરે છે, શેકમાં ડુબાવી દે છે, હસાવે છે, રડાવે છે, શૌર્ય ઉત્પન્ન કરે છે, ભયગ્રસ્ત બનાવી દે છે, એમ અનેક ભાવેને આનન્દ ભેગાવે છે. એ આસ્વાદ અપૂર્વ ને અલૌકિક છે અને એ અલૌકિક ચર્વણ–આસ્વાદ તેજ રસ. જેનામાં લાગણીની વાસના નથી તેનામાં લાગણી ઉત્પન્ન થવાની નથી. એવા જડ પુરુષને કાવ્યમાંથી આનન્દ મળવાને નથી. વાસનાવાળા સહદયને જ અલૌકિક આસ્વાદ મળે છે અને તે એ છે કે તે સમયે તેનું મન તદ્રુપ બની જાય છે અને બીજી કઈ વસ્તુની પ્રતીતિજ રહેતી નથી. એવી ઉત્તમ રસની ઝમાવટ, અર્થની ને શબ્દની ચમત્કૃતિ જેમાં છે તેજ કાવ્ય છે.
' દેખર સ્વરૂપને પ્રકાર–મુખ્ય અર્થને એટલે રસ કે ભાવને જેથી અપકર્ષ કે ક્ષતિ થાય તેને દેષ કહ્યો છે. કેટલાક દેષ