________________
પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર ४६७ નિત્ય છે, અર્થાતુ, સર્વ સ્થળે દેષજ છે. કેટલાક અનિત્ય છે, એટલે અમુક પ્રસંગમાંજ દેષ છે. કેટલાક શબ્દોષ છે; કેટલાક અર્થદેષ છે ને કેટલાક રસદેષ છે. આવા દેષના પ્રકાર છે. કાનને પ્રિય લાગે એવાં પદજ કાવ્યમાં વાપરવાં જોઈએ. શબ્દશાસ્ત્રના નિયમેને અનાદર કરવાથી વ્યુતસંસ્કૃતિ દેષ થાય છે. વ્યાકરણના દેને એમાં સમાવેશ થાય છે. કર્ણને કઠેર લાગે એવાં પદના પ્રયોગથી શ્રુતિકટુત્વ દેષ બને છે. અશ્લીલ, ગ્રામ્ય, અપ્રસિદ્ધ, કે સંદિગ્ધ પદ વાપરવાથી કે એ અર્થ થવાથી સહદયના મનને ઉદ્વેગ થાય છે ને રસની ક્ષતિ થાય છે, માટે એવાં પદ ને અર્થ પણ દૂષિતજ છે. અશ્લીલતા, ગ્રામ્યતા, અપ્રસિદ્ધતા, ને સંદિગ્ધતા એ દેષ છે. જે રચનાથી વર્ણનને આરંભ કર્યો હોય તે રચનાને ભંગ કરી અન્ય રચનાને આશ્રય કરવાથી ભગ્નપ્રકમ દેષ થાય છે. ગુંચવણભરેલી રચના કિલષ્ટ કહેવાય છે ને તેથી ક્લિષ્ટતા દેષ બને છે. એકનું એક પદ પ્રયજન વિના પુનઃ પ્રજવાથી કથિતપદ કે પુનરુક્તિ દેષ થાય છે. આ દેષ અનિત્ય છે; કેમકે કેટલેક સ્થળે પુનરુક્તિ આવશ્યક છે.
*ઉગે છે સવિતા તામ્ર, તામ્રરૂપજ આથમે
સંપમાં ને વિપદમાંએ મહાન્ત એકરૂપ છે.
આમાં ઉદાર પુરુષની એકરૂપતા સૂર્યના દૃષ્ટાન્તથી દર્શાવી છે. સૂર્ય ઊગે છે ત્યારે તામ્ર-રક્ત હોય છે ને આથમે છે ત્યારે પણ તામ્રજ હોય છે એકજસ્વરૂપ હોય છે એમ દષ્ટાન્ત આપે છે. આ દાન્તમાં તામ્ર શબ્દ બીજી વાર વાપરવાથી દેષ થતું નથી, એટલું જ નહિ પણ ગુણ થાય છે. અહિં એકરૂપતાનું સમર્થન કરવા પુનરુક્તિ
* उदेति सविता ताम्रस्ताम्र एवास्तमेति च । સંવ ૨ વિપત્તૌ ચ મહતમેષતા . નું ભાષાન્તર