________________
પ્રમન્ધઃ પ્રકાર; કાવ્યવિચાર
૪૬૫ રસની *ચર્વણાને—આસ્વાદને સમયે મનમાંથી અન્ય વેદ્ય વસ્તુઓ જતી રહે છે. જેમ ચેાગીને હમેશ બ્રહ્મમાં આનન્દ હાય છે, પરંતુ સમાધિ ચડાવે છે ત્યારે તેને તે આનન્દના ખરા સ્વાદ આવે છે, સમાધિ પહેલાં કે પછી નહિ; તેમ કાવ્યની ભૂખી સમજવા ચતુર સહૃદયના હૃદયમાં વાસનારૂપે રસ સૂક્ષ્મતાથી રહ્યો હાય છે, તાપણુ વાસનાને મનમાં સુતેલી રાખનાર આવરણને કવિની સુંદર કલ્પના ને ખૂબીદાર વર્ણનથી નાશ થાય છે ત્યારે વ્યંજનાવૃત્તિથી રસ વ્યંગ્ય
થાય છે.
રસનું સ્વરૂપ—સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ ભાવ કે લાગણીનું બહુ સારૂં પૃથક્કરણ કરી કેટલીકને મુખ્ય અને કેટલીકને ગૌણ કહી છે. જે લાગણી ચિરકાળ રહે છે તે મુખ્ય છે અને થાડો વખત રહે છે તે ગૌણ છે. ચિરકાળ રહે છે તેવા ભાવને સ્થાયિભાવ કહ્યા છે ને થોડા વખત રહે છેતેવા ભાવને વ્યભિચારિભાવ કે સંચારિભાવ કહ્યા છે. રિત, હાસ, શાક, ક્રોધ, ઉત્સાહ, ભય, ભ્રુગુપ્સા (કંટાળા), ને વિસ્મય એ આઠ સ્થાયી ભાવ છે. નિર્વેદ, ગ્લાનિ, શંકા, આદિ ૩૩ ભાવ થોડાજ સમય મનમાં રહે છે, તેના સંસ્કાર પણ મનમાં રહેતા નથી. જેમ સમુદ્રમાં માાં ઉત્પન્ન થાય છે ને નષ્ટ થાય છે, તેમ સ્થાયિભાવરૂપી સમુદ્રમાં એ ભાવા ઉત્પન્ન થાય છે કે નષ્ટ થાય છે તેથી એને સંચારી કે વ્યભિચારી ભાવા કહ્યા છે. જે જે કારણથી સ્થાયિભાવ ઉત્પન્ન થાય છે તેને કાવ્યમાં આŽખન વિભાવ કહે છે અને ઉત્પન્ન થયલા ભાવને જે કારણ પ્રદીપ્ત કે ઉત્તેજિત કરે છે તેને ઉદ્દીપન વિભાવ કહે છે. આ પ્રમાણે રસના કારણરૂપ વિભાવ એ પ્રકારના છે. એ ભાવા જે જે ચિહ્નથી પ્રકાશમાં આવે છે તે અનુભાવ કહેવાય છે. અનુભાવ એ ભાવના કાર્યરૂપ છે. હાસ્ય, મધુર સંભાષણ, સ્નેહયુક્ત
* ‘વેણું' શબ્દ એ પરથી નિષ્પન્ન થયા છે,
૧૬