Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
પ્રબન્ધ: પ્રકાર; કાવ્યવિચાર
૪૬૩
રચના માટે કવિને કેટલા બધા પરિશ્રમ પડતા હશે ! જ્યાં જેવા ઘટે ત્યાં તેવા શબ્દ શોધવા ને ચાગ્ય સ્થળે યાજવા ઘણાજ અઘરા છે. ગદ્યનાં પદો રાગ કે છન્દોબદ્ધ રચનામાં ગમે તેમ મૂકવાથી શાલતાં નથી ને કાવ્ય બનાવતાં નથી. જે પદો ગદ્યમાં વપરાય છે તે બધાં પદ્યમાં શેલતાં નથી. જુદા જુદા રસમાં કયા વર્ણ અનુકૂળ છે ને કયા પ્રતિકૂળ છે તે કવિએ જાણવું જોઈએ. રચના અને શબ્દ રસને બંધબેસતા જોઈએ.
સાહિત્યનું ઉત્તમ અંગ--કાવ્ય એ સાહિત્યનું ઉત્તમ અંગ છે. કાવ્ય વાંચવાથી મનુષ્યને જેવા અલૌકિક આનન્દ પ્રાપ્ત થાય છે તેવા બીજા કાઈ પણ પ્રકારનું સાહિત્ય વાંચવાથી થતા નથી. કાવ્યથી ઘણી વાર લલિત અને આહ્લાદક રીતે ઉપદેશ પણ મળે છે. નીતિવચન આખ્યાયિકા કે કાવ્યના સ્વરૂપમાં જેવા આનન્દ પમાડે છે તેવા તત્ત્વજ્ઞાનના સ્વરૂપમાં પમાડતાં નથી. આખ્યાયિકાના ઉપદેશમાં પણ કાવ્યના ઉપદેશ જેવી મધુરતા નથી.
પ્રસાદ આવશ્યક કૃત્રિમ નેક્લિષ્ટ પત્થ કાવ્ય નથી ઉત્તમ કવિની વાણીમાં ને અર્થમાં સ્વાભાવિકપણે રહેલું છે. વાંચતાં વારને તેના અર્થ વાંચનારના મનમાં આવી જાય છે અને જેમ જેમ તે ધ્યાનપૂર્વક વાંચે છે તેમ તેમ દરેક પ્રસંગે તેને તેમાં નવી ખુખી સમજાય છે. આવી પ્રાસાદિક રચના ને અર્થની ઉત્તમ ઝમાવટથીજ કાવ્ય બને છે. બેચાર વાર વાંચ્યા વિના જેના અર્થ મનમાં આવે નહિ તેમજ જેમાં તાણીતાસીને અર્થ આણેલા હોય ને શબ્દના આડંબર હાય તે કાન્ય નથી. એવી કૃત્રિમ ને કિલષ્ટ રચના સર્વથા વર્જ્ય છે. ઉપર કહ્યું છે કે અર્થ ને શબ્દની ચમત્કૃતિ ખરાખર આણવામાં કવિને કેટલા બધા પરિશ્રમ પડે છે! પરંતુ જે રચના કે કલ્પનાથી વાંચનારને પરિશ્રમ પડે કે કવિને પરિશ્રમ પડ્યો છે એમ જણાઈ આવવાથી તે કૃત્રિમ ભાસે તે રચના કે કલ્પનાથી કદી કાવ્ય બનતું