Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પરસ્પર જોડાયેલા છે, માટે શબ્દ અને અર્થ બંને મળીને કાવ્ય થાય છે. પણ શબ્દ અને અર્થ કાવ્યનું શરીર છે. કાવ્યને આત્મા તે રસજ છે. જે ગદ્યમય કે પદ્યમય સંદર્ભમાં રસની સુંદર ઝમાવટ હેય-લાગણએ એવી સુંદર રીતે વર્ણવી હોય કે વાંચતાં વારને આપણું મન તેમાં તલ્લીન થઈ એક પ્રકારને અલૌકિક આનન્દ ભેગવે–તેજ કાવ્ય છે. કાવ્ય કંઈ પદ્યમયજ હોવું જોઈએ એમ નથી. તે ગદ્યમય પણ હેઈ શકે. સંસ્કૃતમાં બાણ ભટ્ટની “કાદમ્બરી” ગદ્યમય છે તે પણ તેની ગણના ઉત્તમ કાવ્યમાં થાય છે. કાવ્યમાં શબ્દચમત્કૃતિ ને અર્થચમત્કૃતિ બંને આવશ્યક છે પરંતુ અર્થચમત્કૃતિ પ્રધાન છે ને શબ્દચમત્કૃતિ ગૌણ છે. શબ્દચમત્કૃતિ એટલે રસની ઝમાવટને અનુસરતું પદલાલિત્ય. કેવળ, શબ્દના આડમ્બરથી કાવ્ય બનતું નથી. રાગ કે છન્દ ઉત્તમ હેય, અનુપ્રાસ કે યમક જેવા શબ્દાલંકાર ઉત્તમ રીતે ઘટાવ્યા હોય, શબ્દરચના મને હારી હેય, તે પણ રસ પરિપૂર્ણ રીતે ઝાપે ન હોય તે કાવ્ય બનતું નથી. એવી રચના તે પદ્યજ છે, કાવ્ય નથી. જ્યારે અર્થચમત્કૃતિ બરાબર આવી હોય ત્યારેજ કાવ્ય બને છે. અમુક વસ્તુ સામાન્ય પુરુષ જુએ ને કવિ જુએ તેમાં ઘણે ફેર છે. પિતાની પ્રતિભાશક્તિ કે કલ્પનાશક્તિના બળ વડે કવિ સામાન્ય વસ્તુનું વર્ણન પણ એવું ખૂબીદાર બનાવે છે કે તે વાંચવાથી આપણને અતિશય આનંદ થાય છે. આજ કારણથી કરુણરસ કાવ્ય, જેમાં શેકનું ચિત્ર આલેખ્યું હોય છે તે પણ વાંચવાં આપણને ગમે છે. આંખમાં આંસુ આવતાં પણ એવાં વર્ણન વાચકવર્ગ વારંવાર વાંચે છે તેનું શું કારણ છે? તેમાં રહેલી અર્થચમત્કૃતિ અને તેને અનુસરતી શબ્દચમત્કૃતિ. જેમ ચિત્રકાર રંગથી ચિત્ર સુશોભિત કરે છે તેમ કવિ ચમત્કારી અર્થ અને ચમત્કારી શબ્દથી અતિસુંદર ચિત્ર ખડું કરી વાચકના મનને ઘણે આનન્દ પમાડે છે. કલ્પના અને શબ્દ તેમજ