Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૪૬૪
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
નથી. પ્રસાદ અને સ્વાભાવિકપણુંએ હાય તાજ તે સભ્ય હૃદયંગમ
થાય છે.
કેવા ગુણથી કવિ થવાય ?—કાવ્ય રચનારમાં (૧) શક્તિ એટલે પ્રતિભા હોવી જોઈએ; (૨) સૃષ્ટિ ને વ્યવહાર, શાસ્ત્ર, કાવ્ય, વગેરેનું પુન:પુનઃ રિશીલન કરવાથી પ્રાપ્ત થતી નિપુણતા હાવી જોઈએ; અને (૩) કાવ્ય કરી શકે અને સમજી શકે એવા કવિ અને સહૃદયના ઉપદેશથી તેણે કાવ્યનું અધ્યયન કરવું જોઇએ. આમાં પ્રતિભા સર્વથી અગત્યના ગુણ છે. નવા નવા ઉન્મેષથી–સ્ફુરણથી હુંમેશ પ્રકાશ આપે એવી પ્રજ્ઞા તે પ્રતિભા. અર્થાત્ , કવિમાં વિષયને નવા નવા સ્વરૂપમાં મૂકવાની કલ્પનાશક્તિ જોઈએ, તેણે સૃષ્ટિનું ને વ્યવહારનું સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરવું જોઈએ, તે બહુશ્રુત હાવા જોઈએશાસ્ત્ર, કાવ્ય, આદિથી પરિચિત હોવા જોઈએ-અને સહૃદય અને કવિના તેને નિરન્તર સમાગમ હાવા જોઈએ. આ ત્રણે ગુણ એકઠા થાય તાજ કવિ અને; ત્રણમાંથી કોઈ પણ ગુણના અભાવ હાય તા તે કિવ થઈ શકે નહિ. ખરૂં જોતાં, એ સર્વમાં પ્રતિભા ઘણીજ આવશ્યક છે. એ વગર પ્રાસાદિક ને સ્વાભાવિક કાવ્ય ખની શકતાં નથી.
રસ——ઉપર રસને કાવ્યના આત્મા કહ્યો છે. રસ એટલે શું? રસના સામાન્ય અર્થ સ્વાદ, મઝે થાય છે. સામાન્ય રીતે જે સંદર્ભથી વાંચનાર કે સાંભળનારને અસાધારણ આનન્દ થાય, તેને એક પ્રકારના અપૂર્વ સ્વાદ મળે કે મઝે પડે, તે કાવ્ય છે. પ્રેક્ષક કે વાચકના મનમાં વાસનારૂપે રહેલી લાગણીઓને ઉત્તમ અર્થની ઝમાવટ ને લલિત પદ ને રચનાથી કવિ એવી તેા અસરકારક રીતે વર્ણનમાં મૂકે છે કે પ્રેક્ષકને ને વાચકને તે વખત અલૌકિક આનન્દના અનુભવ થાય છે. એ આનન્દ એવા તેા અપૂર્વ છે કે મન તે સમયે તેમાંજ લીન થાય છે તે તેને અન્ય વેદ્ય-જાણવા લાયક વસ્તુ-રહેતી નથી,