________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણુ
દાસ—દાસી (તત્સમ છે પરંતુ એમાં પણ 'સ્'ને શ્ થતા નથી એ દર્શાવવા દાખàા આપ્યા છે.) પ્રાકૃત ને અપભ્રંશમાં તે। શકાર છેજ નહિ, માત્ર માગધીમાંજ છે; જૂની ગુજરાતીમાં ‘'ની પછી તાલવ્ય વર્ણ આવે છે ત્યાં સ્ને શ્' કર્યો નથી.
૪૬૦
દાખલા:-રહિસિ, ચારિસિ, કિષુ, ઇસો “શ્રી આદીસર ભગવન્ત રવાડી પધાર્યાં. હાથી ઊપર ઇસી નીલી માટી આણી. કડહેલઉ ધણઉ નીવાહ પચાયઉ”,
૭. ગયલું—ગયેલું ગએલું; કંઈ-કાંઈ-આવા પ્રથમ જેવા શબ્દમાં આમ ત્રણ પ્રકારની જોડણી જોવામાં આવે છે; તેમાંની પહેલી અમને ઇષ્ટ છે.
સં૦ ત—મ-ય-જી (સ્વાથિંક)-ગયેલું-ગએલું. ફજી રેંજ કેટલાક કૃદન્તમાં ધાતુને ને કેટલાકમાં ભૂત કૃદન્તના રૂપને લાગે છે; જેમકે, માનેલું, વાંચેલું, લખેલું, ખેલેલું. પીધેલું, પીધેલું, લીધેલું, કીધેલું
આ પ્રમાણે ગયેલું ગએલું રૂપે વ્યુત્પત્યનુસાર છે; પરંતુ ઉચ્ચાર વિચારતાં એકાર સ્પષ્ટ સંભળાતા નથી; તેથી ‘ગયલું ’ રૂપ અમને ઇષ્ટ છે. કવિ નર્મદને પણ એજ ઇષ્ટ હતું. ખીજાં રૂપ પણ માન્ય છે; માટે એવે સ્થળે વિવક્ષા સ્વીકારવી આવશ્યક છે.
એજ પ્રમાણે કાંઈ, કંઈ–એ બંને રૂપમાં વિવક્ષા સ્વીકારવી. જૂની ગુજરાતીમાં મુગ્ધાવએધમાં ‘કાંઈ ' રૂપ છે. અપભ્રંશમાં “કા”,” ‘કઇં બંને છે.
૮. પત્થર, ચોખ્ખુ, છઠ્ઠું-આવા શબ્દોમાં સંયુક્ત વ્યંજનમાં પહેલા અલ્પપ્રાણ ને ખીજો મહાપ્રાણ છે. પ્રાકૃતમાં એમજ છે– પસ્થાપ—પટ્ટાવ; પ્રફ્તર-સ્થ; વિતસ્તિ-વિથિ; મુખ્ય પુષ્પ, સ્ક્વ