Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
"
. .
.
.
. .
૪પ૮ ગુજરાતી ભાષાનું બૃહવ્યાકરણ
આથી ઉલટું વ્યુત્પત્તિથી સમજાતું હોય ત્યાં તે શબ્દને અપવાદરૂપ ગણવા.
દાખલા:
દ્વિસ્વર શબ્દના-દૂધ, મૂક, ઊઠ, ઊંચ (અનુસ્વારને ઉચ્ચાર પ્રાકૃત છે.); જૂનું વ્યુત્પત્તિ પ્રમાણે ઉકાર દીર્ઘ છે. “નું'માં તેમજ અન્ય શબ્દોમાં “ઉ” પ્રત્યયમાં અનુસ્વારને ઉચ્ચાર પ્રાકૃત છે.); ટૂંકટૂંક ઊભું પૂરૂં છૂટું, જુદું (ફારસીમાં “જુ હૃસ્વ છે માટે).
પૂરું, છૂટું, લાંબુ, ટૂંકું, ઊંચું, ઊભું વગેરે વિશેષણમાં ‘ઉનપુંસક એકવચનને પ્રત્યય છે; મૂળ શબ્દસ્વરૂપ, પૂર, છૂટ, ટૂંક, લાંબ, ઊંચ, ઊભ-એવું જ છે. આમ પણ એ શબ્દમાં આદિ ઉકારનું દીર્ધત્વ સ્પષ્ટ છે.
ત્રિસ્વર શબ્દના-ખુશાલ, ફૂટડે, કૂબડે, કબૂલ; ઊતરફ નીકળી, નીસર, દુબળ, દુમન, દુરસ્ત, દુપટ્ટો (“પરની પછી જોડાક્ષર છે, માટે દીર્ઘ છે.)
(9) ચતુઃસ્વરાદિ અનેકાન્ચ શબ્દમાં આદિ ઉ હ્રસ્વ છે. દાખલા ગુજરાત, ગુજરાત; પણ મજબૂત, બહાર
નમકેશની પ્રસ્તાવનામાં ૯ પૃષ્ઠના અલિખિત ટિપ્પણમાં કવિ નર્મદ કહે છે કે “સર્વ પ્રાકૃત ભાષાને નિયમ કે પ્રથમ વર્ણ કંઈક જેરવાળી કેકથી ઉતાવળે બેલાય છે તે ઉપર લક્ષ આપતાં સ્પષ્ટ સમજાશે કે ઉચ્ચારણ હ્રસ્વજ છે તે તેમ લખવું.”
‘દૂબળે” જેવા વિસ્વરી શબ્દમાં કવિનું કહેવું તદ્દન ખરું લાગતું નથી. વચલે અકાર શાન્ત છે, એટલે સ્વરભાર પૂર્વના વર્ણ પર પડવાથી તે દીર્ધ જે થાય છે. જેમ શબ્દ લાંબે થાય છે તેમ કવિનું કહેવું ખરું પડે છે. ચતુઃસ્વરી આદિ અનેકાન્ચ શબ્દમાં પ્રથમ ઉ હુ બેલાય છે.