Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૪૦૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
બાળકને એ પદે “આપવાનાની સાથે સંબદ્ધ છે. એ ઉદેશ્યવર્ધક છે.)
બાળક પિતાના શરીરને એકની એક સ્થિતિમાં લાંબા વખત રાખી શકતું નથી. (“એકની એક સ્થિતિમાં” એ રીતિવાચક અને બે વખત એ કાળવાચક વિધેયવર્ધક છે)
આજ પ્રમાણે બીજા દાખલા સમજી લેવા.
વિધેય-વિધેય ક્રિયાપદ અને ક્રિયા પૂરકનું બનેલું હોય છે. ક્રિયાને અર્થ પૂરે કરનારા શબ્દ ક્રિયાપૂરકમાં આવે છે. સકર્મક ધાતુમાં ક્રિયાપૂરક બહુધા કર્મ હોય છે, પરંતુ અપૂર્ણકિયાવાચક અકર્મક ક્રિયાપદ હોય છે ત્યાં ક્રિયાપૂરક પદ વિશેષણ કે નામ હોય છે, પરંતુ ક્રિયાપદ અકર્મક હોવાથી તે કર્મથી ભિન્ન હોય છે અને ઉદેશ્યની સાથે સમાન વિભક્તિમાં હોય છે કે અન્ય વિભક્તિમાં હોય છે. અપૂર્ણકિયાવાચક ક્રિયાપદ સકર્મક હોય છે ત્યાં પણ ક્રિયાપૂરક પદ કર્મથી ભિન્ન હોઈ શકે છે. તે કઈ વખત ઉદ્દેશ્ય સાથે અને કઈ વખત કર્મ સાથે સમાન વિભક્તિમાં હોય છે. કેઈ વખત એવાં પદ વિશેષણ હોય છે.
દાખલા – ૧. ચંદનીમાં તાજમહાલ કે રમણીય દેખાય છે!
૨. તે પરાક્રમી રાજાએ તેને સચિવપદેની અને તે પ્રજામાં બહુ ડાહ્યો મના.
૩. અહે! આ કેવી સુંદર નગરી છે!
૪. તમે તેને બહુ ઠરેલ પુરુષ ગણે છે. : - આ વાક્યનું પૃથકકરણ નીચે દર્શાવ્યું છે.