________________
ભાષાશૈલી
૪૨૩
પ. શિષ્ટ પુરુષની ભાષા અનુસરવી, શિષ્ટ પુરુષ કાને કહેવા તે વિષે ‘ધૃષોતરાવીનેિ યથોવિન્દમ્ ' એ પાણિનિના સૂત્ર પરના મહાભાષ્યમાં શ્રીમાન્ પતંજલિએ ચર્ચા કરી છે. આરંભમાં કહ્યું છે કે જે વ્યાકરણના નિયમને જાણે ને અનુસરે તે શિષ્ટ અને શિષ્ટ વિદ્વાનેાએ રચેલા નિયમે જેમાં હાય તે વ્યાકરણશાસ્ત્ર. આમ તે અન્યાન્યાશ્રયના દોષ આવે છે એમ શંકાકાર કહે છે ત્યારે ભાષ્યકાર છેવટે નિર્ણય કરે છે કે જેનું નિવાસસ્થાન, સંસ્કાર, ને વર્તન ઉત્તમ પ્રકારનાં હાય તે શિષ્ટ; અર્થાત્, ઉત્તમ નિવાસસ્થાન અને ઉત્તમ સંસ્કારવાળા તથા ઉત્તમ પરિસ્થિતિમાં રહેનારા તે શિષ્ટ. એવા શિષ્ટ પુરુષાની ભાષા તે શિષ્ટ ભાષા. એવી ભાષા ગ્રામ્યતા આદિ દોષથી મુક્ત હોય છે. એવા પુરુષા જે વાણીને ગ્રામ્ય ગણે છે તે વાણીના પ્રયોગ ન કરવા.
૬. વિશદ શૈલી—-શૈલી વિશદ એટલે સુસ્પષ્ટ હોવી જોઇએ. જેમ કાવ્યમાં પ્રસાદ ગુણુ વગરનું કાવ્ય વખણાતું નથી, તેમ ભાષાશૈલી વિશદ ન હૈાય તે તે સારી ગણાતી નથી. તેમજ એક શબ્દના અનેક અર્થમાંથી કયા અર્થ વિવક્ષિત છે તે વિષે જેમાં સંદેહ પડતા હાય એવી સંદિગ્ધ શૈલી પણ સારી કહેવાતી નથી.
૭. એકધારી ભાષા--ભાષા એકધારી જોઈએ. સરળ શૈલી ચાલતી હાય તેમાં વચ્ચે આડમ્બરવાળી, અલંકારયુક્ત, અને ભારે શબ્દવાળી રચના આવે તેા તે સુશ્લિષ્ટ થતી નથી અને વાંચનારને કંટાળેા આપે છે.
૮. પ્રસિદ્ધ શબ્દો અને અલંકારા હોય તેને છેડી અપ્રયુક્ત, અપ્રસિદ્ધ શબ્દો કે અલંકારો લાવવા, એ પણ ભાષાને કઢંગી બનાવે છે.