Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૪જર ગુજરાતી ભાષાનુ બૃહદ્ વ્યાકરણ તેઓ કે અમુક નિયમને અનુસાર તેડ, વાક્યમાં શબ્દો કેવી રીતે છૂટા પાડવા, અને શબ્દની જોડણી કયા નિયમ પ્રમાણે કરવી,
એ ત્રણ બાબતનો વિચાર આ પ્રકરણમાં કર્યો છે. વિષયની અગત્ય વિષે વિવેચન કરવાની જરૂર નથી. એ વિષે અનેક મત પ્રવર્તે છે તેમજ ઘણા લેખકે પિતાના મતમાં દુરાગ્રહી છે એટલે આ પ્રકરણમાં એ વિષે જે કંઈ કહેવામાં આવશે તે સર્વમાન્ય થવાનો સંભવજ નથી. પરંતુ વ્યાકરણમાં એ વિષય પડતું મૂક એગ્ય ન લાગ્યાથી આ પ્રકરણમાં ઉપર દર્શાવેલી ત્રણ બાબતને લગતા મારા વિચાર સંક્ષેપમાં, ચરૂપે નહિ, પણ નિયમરૂપેજ આપ્યા છે. કઈ કઈ સ્થળે ટૂંકામાં કારણ પણ દર્શાવ્યાં છે.
લીટીને અને શબ્દ તેડવાના નિયમ(૧) સામાસિક શબ્દના અવયવ લક્ષમાં રાખી ત્યાંથીજ શબ્દ તેડવા.
દરિયા- ભરત- બાળક- વિચારકિનારે કામ બુદ્ધિ શક્તિ
આને બદલે દરિયાકિનારે, ભરતકામ, બાળકબુદ્ધિ, વિચારશક્તિ, એમ શબ્દ છૂટા પાડવાથી પ્રતીતિવિલંબ, શ્રુતિકટુતા, અવિવક્ષિતાર્થત્વ, જેવા દેષ થાય છે.
* આ બાબત અરાજક્તા પ્રવર્તી રહી છે તેને માટે બહુ ભાગે વિદ્વાન લેખકવર્ગ જવાબદાર છે, તેમજ સરકાર પણ જવાબદારીમાંથી મુક્ત નથી. મેં એકબે વાર “શાળાપત્ર'માં તેમજ સરકારી રીતે સૂચવ્યું હતું તેમ શિષ્ટ લેખકમાં જેમની ગણના થાય છે એવા હિંદુ, પારસી, તથા મુસલમાન વિદ્વાને તથા સારું ગુજરાતી જ્ઞાન ધરાવનાર પાદરીઓ તથા પ્રસિદ્ધ માસિક ને સાપ્તાહિક કે દૈનિક પત્રના તંત્રીઓ, તેમજ બેત્રણ સરકાર તરફના ને વડેદરા જેવા મોટા દેશી રાજ્યના પ્રતિનિધિરૂપ વિદ્વાનોની સભામાં બહુમતે દરેક ફૂટ પ્રશ્નને જે નિર્ણય થાય તે સર્વે લેખકોએ માન્ય કરવો. એ નિયમ પ્રમાણે જ પુસ્તકે લખાય. આવી વ્યવસ્થા થયા વિના એ વિષયમાં જે અરાજકતા પ્રવર્તે છે તે અટકાવવાનો સંભવ જણાતું નથી.