________________
૪૫૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ રૂપમાં જોડણી બદલવી યુક્ત નથી. એથી સરળ ગુજરાતી ભાષામાં નકામી વિષમતા ઉત્પન્ન થાય છે.
(૨) હમે, હમારા, અહે, અહારા– - હિંદી જેટલા જોરથી ગુજરાતીમાં આ શબ્દમાં હકાર ઉચ્ચારાતે નથી, તેથી હકાર લખવાની જરૂર નથી. “અહે, “અહારાઅપભ્રંશમાં છે, પરંતુ હાલના ઉચ્ચારને અનુસરતાં નથી.
(૩) મ્હારે, વ્હારે, હાં, હાં
આ એટલું બધું કઢંગું લખાણ છે કે હકારવાદીઓમાં પણ પ્રિય થયું નથી.
(૪) હકારપક્ષીઓ જુદે જુદે માર્ગે વિચારે છે કેટલાક માત્ર હેટા” “હાના જેવા શબ્દમાં જ હકાર લખે છે, કેટલાક તેની સાથે હમેં, “હમારા” પણ લખે છે પણ હેમનું હેમનાથી લખતા નથી, કેટલાક એથી આગળ વધી “હમે.” “હારા, “હમારા” પણ લખે છે, કેટલાક એથી પણ આગળ જઈ “હુને, “હેને” વગેરેમાં પણ હલખે છે. કેટલાકને “વહાણું હાયું એમ હાયુંમાં પણ હકારની જરૂર લાગે છે. થોડાક જ “હારે’ વગેરે શબ્દ હકારયુક્ત લખે છે. આવી રીતે હકાર દાખલ કરી ભાષાને કઢંગી કરવા કરતાં સર્વત્રનજ લખે. ઉત્તમ છે. એથી કંઈ અર્થનો અનર્થ થતો નથી ને જોડણીનું ઉત્તમ તત્ત્વ, સરળતા સચવાય છે.
આ કારણથી હકારયુક્ત શબ્દ નીચે પ્રમાણે લખવા–એમાં ત્રણ રીત આપી છે, તેમાંની પહેલી જ અમને ઈષ્ટ છે. બીજી ને ત્રીજમાં ત્રીજી કરતાં બીજી અમારે મતે વધારે સારી છે. (૧) પહેલી રીત
(અ) મારા, તારા, તમારા, અમારા, અમે, તમે, તને, તેનું મોં, મેટું, નાનું, સામું | (અ) દહાડે, વહાણું, વહાલું, સહેલું, બીક