________________
ભાષાશૈલી
૪૨૧ આ શિક્ષક બહુ નરમ છે” એવાં શિષ્યનાં વચન એક પ્રકારને તેમને તિરસ્કારજ છે.
(“શિક્ષણ”) ૨. કેઈ શબ્દ કે અક્ષરને શબ્દ કે અક્ષર તરીકેજ વાપર્યો હોય ત્યારે પણ એ ચિહ્ન વપરાય છેદાખલ –
, “, “૨', અને “લનું સંપ્રસારણ અનુક્રમે “ઈ,” “ઉ” “ક” અને “૮” થાય છે.
—:૦:-- પ્રકરણ ૩૬મું
ભાષાશૈલી સૂચના અને નિયમ-કઈ પણ ભાષામાં ઉત્તમ શૈલીમાં લખવાની શક્તિ પ્રાપ્ત કરવી હોય તે તેમાં ઉત્તમ સાહિત્ય વાંચવું, તેની શૈલીનું અધ્યયન કરવું, અને તેમાં લખવાને અભ્યાસ કરે. આવા અધ્યયન અને મહાવરાથીજ ઉત્તમ શૈલી પ્રાપ્ત કરી શકાય છે. આમ છે, છતાં એ વિષે નીચેના નિયમ લક્ષમાં રાખવાથી લાભ થશેઃ
૧. શૈલી વિષયને અનુસરતી જોઈએ.
સાધારણ વર્ણનમાં ભારે શબ્દ કે અલંકારવાળી આડંબરી ભાષા શેભતી નથી.
૨. સરળતા, માધુર્ય, શિષ્ટતા, સ્વાભાવિકતા, વિશદતા, અને અસંદિગ્ધતા પર ખાસ લક્ષ રાખવું.
ભાષા જેમ બને તેમ સરળ જોઈએ. ગુંચવણભરેલી ભાષાથી વિચારમાં ગુંચવણ જણાઈ આવે છે. જે શૈલી પાણીના પ્રવાહની પિઠે અખલિત ચાલી જતી નથી અને જેનું તાત્પર્ય સમજવા