________________
વિરામચિહ્ન
૪૧૭ અમદાવાદથી અજમેર અને ત્યાંથી જેપુર, આગ્રા, મથુરા, કાશી, અયોધ્યા, ગયા, વગેરે યાત્રાને સ્થળે થઈ અમે કલકત્તે ગયા.
અહિ “અને બે શબ્દસમૂહને જોડે છે--અમદાવાદથી અજમેર થઈ” અને “ત્યાંથી જેપુર,.............યાત્રાને સ્થળે થઈ; આ કારણથી “અજમેર પછી અલ્પવિરામ મૂકવામાં આવતું નથી. બેજ શખ, શબ્દસમૂહ, કે વાક્યની વચ્ચે “અને, “અથવા જેવા શબ્દ હોય ત્યારે તે બે શબ્દ, શબ્દસમૂહ, કે વાક્યની વચ્ચે એ ચિહ્ન મુકાતું નથી.
વગેરેનો અર્થ “અને બીજું થાય છે, માટે તેની પહેલાં અલ્પવિરામ મૂક્યું છે.
“આજ આપણે ભરથાર, આપણું શિરચ્છત્ર, આપણું પ્રતિપાલણ કરનાર, તથા આપણા માથાને મુગટ રણક્ષેત્રમાં પડે.”
કરણઘેલ” . શિક્ષક પોતે સત્યશીલ, ન્યાયી, ઉદ્યમી, નિયમિત, દયાળુ, સંસ્કારી, અને વિવેકી થઈ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે શિષ્યમાં એવા ગુણે ઉત્પન્ન કરી શકે.
શિક્ષણ ૩. સામાન્ય રીતે, ઐણ વાક્યની પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે, પરંતુ એવું વાક્ય ઘણું નાનું હોય તે એ ચિહ્ન નથી પણ મુકાતું. દાખલા:-
જેમ ચેષ્ટાથી મનના ભાવ સમજાય છે તેમ ચેહરા પરથી પણ સમજાય છે. (“શિક્ષણ”),
- જ્યાં સુધી વ્યક્તિના કે પ્રજાના વિચારે બંધાઈ દઢ ને પાકા થયા નથી, ત્યાં સુધી તેને બાહ્ય સંસર્ગથી દૂર રહેવાની અને જે ઉચ્ચ ભાવના પ્રાપ્ત કરી હોય તે ભાવનાને શુદ્ધ રાખવાની જરૂર છે.
(‘શિક્ષણ૦).