________________
વાક્યાર્થ અને વાક્યપૃથક્કરણ
૩૯૯
વૈયાકરણમત---આલંકારિકાને તેમજ વૈયાકરણાને પ્રથમ મત ઇષ્ટ છે; કારણ કે પ્રાભાકરેને પણુ અન્વયવિશેષના જ્ઞાનને માટે આકાંક્ષા, ચાગ્યતા, અને સંનિધિના આશ્રય લેવા પડે છે; તેા પટ્ટની શક્તિ સામાન્ય અર્થમાંજ લેવી અને વિશેષ અર્થનું એટલે અન્વયનું જ્ઞાન આકાંક્ષા, ચેાગ્યતા, અને સંનિધિથી થાય છે એમ સ્વીકારવુંજ ઇષ્ટ છે.
શાબ્દ આધ-વૈયાકરણા અને નૈયાયિકાને વાક્યમાંથી શાર્શ્વમેધ જુદી રીતે થાય છે એ વિષે અગાઉ વિવેચન કર્યું છે. નૈયાયિકા વાકયમાં પ્રથમાન્ત પદ્મને વિશેષ્ય માને છે અને ક્રિયાપદને તેનું વિશેષણુ માને છે. દેવદત્ત ચાખા રાંધે છે' ને ચોખા જેનું કર્મ છે એવી રાંધવાની ક્રિયાથી વિશિષ્ટ દેવદત્ત’ એવા અર્થ તૈયાયિકા કરે છે; માટે તેઓ પ્રથમાન્તાર્ચવિશેષ્યવાદી કહેવાય છે. વૈયાકરણા ક્રિયાપદને પ્રધાન માને છે, તેમના મત પ્રમાણે ક્રિયાપદ વિશેષ્ય છે અને અન્ય પદ્મ તેનાં વિશેષણ છે, એવા શાબ્દએધ વાકયમાંથી થાય છે. દેવદત્ત ચોખા રાંધે છેના અર્થ વૈયાકરણેાના મત પ્રમાણે દેવદત્તકર્તૃક તંડુલકર્મક સઁધનક્રિયા' થાય છે. આ કારણથી વૈયાકરણા ક્રિયાથપ્રધાનવાદી કહેવાય છે.
સંસર્ગ--વળી વૈયાકરણેાના મત પ્રમાણે ઉદ્દેશ્યવિધેયભાવરૂપ પદાર્થોના પરસ્પર સંસર્ગ તેજ વાક્યાર્ચ. દરેક વાક્યમાં કાઈ ને ઉદ્દેશીને—અભિલક્ષીને કંઈક વિધાન કર્યું હાય છે. જે ઉદ્દેશવા યાગ્ય છે, જેને ઉદ્દેશીને અભિલક્ષીને કે દર્શાવીને કે શબ્દથી સંકીર્તન કરીને કંઈ કહ્યું હોય તે ઉદ્દેશ્ય કહેવાય છે; અને એ ઉદ્દેશ્યને વિષે જે વિધાન કર્યું હાય છે, જે કંઈ કહ્યું હાય છે તે વિધાન કરવા–કહેવાવા ચાગ્ય હાવાથી વિધેય કહેવાય છે. જેને ઉદ્દેશ્ય કહીએ છીએ તે અનુવાદ્ય પણ કહેવાય છે. ઉદ્દેશ્ય કંઈ જાણવાની બાબત નથી, તેને વિષે જે કંઈ કહેવામાં આવે છે તે જાણવાની ખામત છે. ઉદ્દેશ્ય તે જાણીતીજ ખાખત છે, તેથી ઉક્ત વસ્તુનું પુન:કથન કર્યા જેવું તે હાવાથી અનુવાદ્ય–રૂરી કહેવાયલું કહેવાવા યાગ્ય પણ કહેવાય છે.
પૃથક્કરણ- —આ પ્રમાણે દરેક વાક્યનું પૃથક્કરણ કરતાં તેના બે વિભાગ થાય છે:-૧. ઉદ્દેશ્ય અને ર. વિધેય. સાદામાં સાદા વાક્યથી મેટામાં મેટા વાક્યના આજ બે ભાગ થાય છે.