________________
૩૩૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ફેલાવાને અવકાશ ન હતું. આ કારણથી તેઓ દક્ષિણમાં મરાઠી પ્રદેશમાં અને પૂર્વમાં ઓરિસા, બંગાળા, અને આસામમાં ફરી વળ્યા.
વિભાગ–આ પ્રમાણે હાલમાં હિંદ–આર્ય ભાષાના નીચે પ્રમાણે ભાગ થઈ શકે છે.
૧. મધ્ય દેશની હિંદ–આર્ય ભાષા-પશ્ચિમ હિંદી એ ગંગાયમુનાના પ્રદેશ અને તેની ઉત્તરદક્ષિણે બોલાય છે. તેમાં સામાન્ય રીતે પશ્ચિમે પૂર્વ પંજાબથી પૂર્વે કાનપુર લગણને પ્રદેશ આવે છે.
૨. વચલા પ્રદેશની મિશ્ર ભાષા. એ મધ્ય દેશની ત્રણ બાજુએ, પૂર્વ, પશ્ચિમ, અને દક્ષિણે બેલાય છે. પંજાબી (મધ્ય પંજાબની), ગુજરાતી, રાજસ્થાની (રજપુતાના અને તેના આસપાસના પ્રદેશની),અને પૂર્વ હિંદી (અધ્યા અને તેના દક્ષિણપ્રદેશન)
૩. બાહ્ય ભાષા–કાશમીરી, પશ્ચિમ પંજાબની, સિંધી (ગુજ. રાતના સીમા પ્રદેશની), મરાઠી, ઉત્કલી (ઓરિસાની), બિહારી, બંગાળી, અને આસામની ભાષા.
પાલી, પ્રાકૃત, અપભ્રંશ—ઉપર દર્શાવ્યા પ્રમાણે સંસ્કૃત એટલે શુદ્ધ સંસ્કાર પામેલી કેળવાયેલા શિષ્ટ વર્ગની ભાષા. એ ભાષા હાલ છે તેવી તે સમયે મૃત ભાષા ન હતી, પણ જીવન્ત ભાષા હતી. જીવતી ભાષામાં હમેશ વિકાર થયા કરે છે. બધા બેલનારાના ઉચ્ચાર સરખા શુદ્ધ હતા નથી. તે અનેક રીતે અશુદ્ધ થાય છે. આ કારણે ઉપરાંત, આર્ય પ્રજા અનાર્ય પ્રજાના સંબંધમાં આવવાથી તેનું અશુદ્ધ રૂપ થયું. એ અશુદ્ધ રૂપનું પ્રાચીનમાં પ્રાચીન સ્વરૂપ તે પાલી ભાષા. પાલી એ શ્રદ્ધોની પવિત્ર ભાષા હતી. પાલી કરતાં વધારે અશુદ્ધ થયેલું સંસ્કૃત ભાષાનું સ્વરૂપ તે પ્રાકૃત ભાષા. પ્રાકૃતમાં ભ્રષ્ટતા થઈ જે સ્વરૂપ થયું તે અપભ્રંશ એ અપભ્રંશમાંથી હાલની દેશી ભાષાઓ ઉદ્દભવેલી છે.