________________
કૃપ્રત્યય
૩૩૫ ખીણદ્વારા પંજાબમાં વસી. આ પ્રમાણે આર્ય પ્રજાની જુદી જુદી ટેની જુદે જુદે સમયે હિંદુસ્તાનમાં ઘણું સૈકા સુધી આવ્યા કીધી.
મધ્ય પ્રદેશ–ગંગાયમુનાને પ્રદેશ મૂળ મધ્ય દેશ કહેવાતો. અહિં બેલાતી ભાષા શુદ્ધ થતી ગઈ વૈયાકરણએ ઈ. સ. પૂર્વ ૮૦૦ને સુમારે વ્યાકરણ રચી તેનું શુદ્ધ સ્વરૂપ સુદઢ કર્યું. એ ભાષા તે સંસ્કૃત ભાષા. ત્યાંના સામાન્ય અશિષ્ટ લેકની અશુદ્ધ ભાષા તે પ્રાકૃત ભાષા. પ્રાકૃત ભાષા એટલે લોકભાષા. સંસ્કાર પામેલી ભાષા તે સંસ્કૃત અને તેનું ભ્રષ્ટ રૂપ તે પ્રાકૃત,
મધ્ય દેશ ને આસપાસને તથા બાહ્ય પ્રદેશ-મધ્ય દેશની આસપાસ પૂર્વ, પશ્ચિમ, અને દક્ષિણમાં વૈદિક સમયમાં પણ બીજી આર્ય ટેળી વસતી હતી. આ પ્રદેશમાં હાલનું પંજાબ, સિંધ, ગુજરાત, રાજપુતાના, અધ્યા, અને બિહારને સમાવેશ થતો હતે. કાલક્રમે મધ્યદેશની વસ્તી વધતી ગઈ અને એ પ્રદેશના લોકોએ પૂર્વ પંજાબ, રજપુતાના, ગુજરાત, અને અયોધ્યા જીતી લીધાં. રજપુતાના અને ગુજરાતમાં વસેલી જાતને વિચાર કરીશું તે આ બાબત સમજાશે. ઈ. સ.ના ૧૨મા સૈકાને અન્ત રાઠેડેએ ગંગાયમુનાના મધ્ય દેશમાં આવેલું કનેજ છોડ્યું અને મારવાડ જીતી લીધું. જેપુરના કછવાહા લેકે અયોધ્યાથી આવ્યા છીએ એમ કહે છે અને સોળંકીઓ પૂર્વ પંજાબમાંથી રજપુતાનામાં દાખલ થયા. યાદવનું મૂળ સ્થાન મથુરા હતું, ત્યાંથી તેઓ ગુજરાતમાં આવ્યા. આ વચલા પ્રદેશની ભાષા પર મધ્ય દેશની ભાષાની અસર થઈ અને તેથી એમાં બેલાતી ભાષા મિશ્ર ભાષા છે. જેમ મધ્ય દેશના લકે ત્રણે બાજુએ ફેલાય તેમ એ વચલા પ્રદેશના-ગુજરાત, રાજપુતાના, પંજાબ, ને અયોધ્યાના–આર્ય લેકે પણ પૂર્વ અને દક્ષિણ તરફ ફેલાયા. પશ્ચિમ તરફ તેઓ ઠેઠ દરિયા લગણ વસ્યા હતા, તેથી તે તરફ