________________
૩૪૦ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ રૂપ છે. બાહ્ય પ્રદેશની ઘણી ભાષાઓમાં મહાપ્રાણ વર્જવાની વૃત્તિ છે તેથી કાશ્મીરી, મરાઠી, બંગાળીમાં “હાત’ શબ્દ છે. | ગુજરાતીને રાજસ્થાની–ગુજરાતીને રાજસ્થાની ભાષાઓ વચ્ચે ઘણે નિકટને સંબંધ છે. એકજ હિંદી ભાષાની એ બંને બેલીઓ છે. ડૉ. ટેસિટેરિનું માનવું એવું છે કે ઈ. સ.ના ૧૫મા સૈકા સુધી ગુજરાતમાં ને પશ્ચિમ રજપુતાનામાં એક જ ભાષા ચાલતી. તે ભાષાને તેઓ પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાની કહે છે. એભાષા ગુજરાતી તેમજ મારવાડીનું મૂળ છે. પ્રાચીન પાશ્ચાત્ય રાજસ્થાનીને આપણે જૂની ગુજરાતી કહીએ છીએ. એ બેને પ્રદેશ આગ્રા ને દિલ્હીથી અરબી સમુદ્રપર્યન્ત છે. ગુજરાતી એ મુંબઈ ઈલાકાના દરિયાકિનારાના પ્રદેશમાં દક્ષિણે છેક દમણથી તે ઉત્તરે પાલણપુરના બ્રિટિશ પ્રાન્ત સુધીમાં તેમજ વડેદરા, કાઠિયાવાડ, વગેરેનાં દેશી રાજ્યમાં બેલાય છે અને રાજસ્થાની રજપુતાના અને મધ્ય હિંદના એની પાસેના ભાગમાં બેલાય છે.
ગુજરાતી પ્રાન્તિક બોલીઓ-ગુજરાતીમાં અગત્યની પ્રાન્તિક બેલી નથી. પારસી, મુસલમાને, ને હિંદુઓના ઉચ્ચારમાં કેટલેક ફેર છે. પારસી અને મુસલમાનમાં દત્ય અને મૂર્ધન્ય વ્યંજનેને સેળભેળ કરવા તરફ વલણ છે. હિંદુઓમાં પણ શિષ્ટ અને અશિષ્ટ વર્ગોમાં તેમજ ગુજરાતના સર્વ ભાગમાં ઉચ્ચાર સરખા નથી. ઉત્તર તરફ પહેળા ઉચ્ચાર અને શિકાર અને દક્ષિણ તરફ શકારને બદલે સકાર ને હકાર તરફ વધારે વલણ છે. એથી ઉલટું, ઉત્તર તરફ અશિષ્ટ વર્ગોની બેલીમાં હકારને સકાર થાય છે (મેહનલાલને બદલે “મેચનલાલ’). ઉત્તરમાં “ક” અને “ખીને બદલે “ચ” ને “છ” થાય છે –“દીકરે–દીચરે ખેતર–છેતર”. કાઠિયાવાડને સુરતમાં “હુંને, હુંથી જેવાં રૂપ વપરાય છે અને ચરેતરમાં ખેતરાં “ઝાડાં,” “આંખ્ય, “રાખ્ય” “મૂક્ય” જેવાં રૂપ વપરાય