________________
૩૯૬
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
સાધુ પુરુષ સન્માર્ગ કદી પણ તજતા નથી. મેં તેને મેજ પર મૂકેલું પુસ્તક મારી પાસે લાવવા કહ્યું, ૩. વિધેય વિશેષણ ક્રિયાપદની પૂર્વે આવે છે. આ મહેલ કેવા સુંદર દેખાય છે!
૪. કર્તાની સાથે સંબંધ રાખનારા શબ્દ કર્તાની પૂર્વે અને કર્મની સાથે સંબંધ રાખનારા શખ્ત કર્મની પૂર્વે આવે છે. કર્મને અને ત્યાંસુધી ક્રિયાપદની પાસેજ મૂકવામાં આવે છે.
પિતાની આજ્ઞા માથે ચડાવનાર રામ એકદમ વનમાં જવા તૈયાર થયા.
૫. પૂર્વકાલવાચક અવ્યયરૂપ કૃદન્ત બહુધા વાક્યના આ રણમાં આવે છે.
બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠી, દાતણ પાણી કરી, સ્નાનસંધ્યા સમાપ્ત કરી, તે અધ્યયન કરવા મંડી જતા.
આવા સામાન્ય નિયમ પ્રમાણે મહુધા પદોની રચના વાક્યમાં થાય છે; પરંતુ ખાસ કારણ હાય ! એ ક્રમમાં ફેરફાર થાય છે.
244918:--
૧. અમુક શબ્દ પર ખાસ લક્ષ ખેંચવું હાય તા તેને વાક્યના આરંભમાં મૂકવામાં આવે છે.
ઉપદેશ કરતાં દાખલાથી વધારે ઊંડા સંસ્કાર પડે છે. ૨. કાળવાચક, સ્થળવાચક, રીતિવાચક, કે કાર્યકારણવાચક ક્રિયાવિશેષણ શબ્દ કે શબ્દસમુદાય બહુધા વાક્યના આરંભમાં આવે છે.
હાલ આપણા શહેર પર આળસનું સામ્રાજ્ય ચાલે છે. પ્રથમ અપરાધે ગંભીરતાથી આશ્ચર્ય બતાવી નમ્ર કે ધ્રુવેા. (શિક્ષ॰ શાસ્ત્ર)