Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
શબ્દસિદ્ધિ
૩૮૫ પ્રત્યયોમાં વિકારસંસ્કૃત ભાષા પ્રત્યયાત્મક હોવાથી તેમાં વિભક્તિના ઘણા પ્રત્યયો છે. આથી ભાષા અઘરી છે. ભાષાના વિકાસમાં ભાષા સરળ કરવા તરફ લક્ષ જાય છે. આથી કેટલાક પ્રત્યય લોપાય છે અને ઘણે સ્થળે સામ્ય–સરખાપણું કરવા તરફ વૃત્તિ થાય છે. દાખલા તરીકે, સંસ્કૃતમાં દસ ગણુ છે; પરંતુ પ્રાકૃત માં બધા ગણે સરખા કરી પહેલા ગણુના જેવું રૂપ થાય છે. આથી વિકરણ પ્રત્યય (ગણકાર્યચિહ્ન) ધાતુને અંશ થાય છે; જેમકે, -પુષ્ય-વુક્સ–બૂઝ; જ્ઞા-નાના-જાણુ; યુ-મુળુ-સૂણુ; નૃત્ય-ન-નાચ. સંસ્કૃતમાં જેમ પરમૈપદ અને આત્મને પદ પ્રત્યયોનો ભેદ છે તેમ પ્રાતમાં નથી.
સંસ્કૃતમાં નપુંસકમાં પ્રથમ ને દિતીયાનાં રૂપ ઘણાંખરાં સરખાં છે. • આથી પ્રાકૃતમાં બીજી જાતિઓમાં પણ પ્રથમા ને દ્વિતીયાનાં બ. વ. રૂપ બહુધા સરખાં છે. રામ-રામા; સત્ર-સર્વે; જિ-પિાળો; વાસ–વાળો-વા, નામ-નાગાગા-ગાગા –જ્ઞાણા; – – –; ઘણુ– ગો-ઘ-ઘળ; ગોરી-શોરી–શોરીગો-મોરલ-mોરીયા; વંતૂ-ગંડૂ– ગંગૂગો–બંવૂડ; પિતૃ-વિરાર-વળ-વિક વગેરે.
અપભ્રંશમાં તે બંને વચનમાં બહુધા પ્ર. ને દિ. નાં રૂ૫ સરખાં છે; કેટલેક સ્થળે તે ઉપરાંત જુદાં રૂપે પણ છે.
રામ-ઝ. દિ. રામ-રામ; વ–– વાહ-વા–ાહ; બંને વિભક્તિનાં બંને વચન આમ બહુધા સરખાં છે.
દેશી ભાષામાં પ્રથમ ને દ્વિતીયાનાં બંને વચનો સરખાં છે. દ્વિતીયાનો બીજો પણ પ્રત્યય છે તે વ્યુત્પત્તિની દષ્ટિએ પછીને છે.
સામ્યના આજ નિયમથી પુંલિંગ અને નપુંસકલિંગ વચ્ચે ફેરફાર કાઢી નાખવા તરફની વૃત્તિથી હિંદી ને સિંધીમાંથી નપુંસક તદન જતું રહ્યું છે.
કાળ અને અર્થ--સંસ્કૃતમાં કાળ અને અર્થ મળીને દસ છે; પાલીમાં તેમાંના આઠ રહ્યા છે. તાપ્રત્યયયુકત ભવિષ્યકાળ અને આશીરથ જતા રહ્યા છે. પ્રાકૃતમાં આમાંના ત્રણજ કાળ અને અર્થ રહ્યા છેવર્તમાનકાળ; ભવિષ્યકાળ, અને આજ્ઞાર્થ. વિધ્યર્થના પ્રત્યે આજ્ઞાર્થ