Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
દ્વિરુક્ત શબ્દ
૩૯
દાખલા – ગામ; વન, પુસ્તક, કનક (અન્ય “અ” અનુચ્ચરિત) વનવાસ; ઘરધણું; રાજકુંવર; તનમનધન; ચતુરસુજાણ બોલકણું; ખર્ચાળ; મંદવાડ સર્જનહાર કુતરો; છોકરે; જેમણે
મગન,” “મદન' જેવા શબ્દો સંબોધન તરીકે ઉચ્ચારાય છે, ત્યારે સ્વરભાર ઉપાન્ય સ્વર પર પડે છે, એ ખરી વાત છે (જેમકે, મર્થન અહિ આવ); પરંતુ નહિ તે તે સ્વરભાર બહુધા શબ્દના આદિ સ્વર પરજ પડે છે.
વૈદિક શબ્દો પર જે સ્વરભાર ખુલ્લે સમજાય છે અને સ્વરિતત્વ ચિથી દર્શાવાય છે, તેમ પાછળના સંસ્કૃત સાહિત્યમાં કે દેશી ભાષામાં સ્વરભાર સ્પષ્ટ નથી. સ્પષ્ટ હેત તે જોડણીના ઘણું નિયમ રચવામાં તે કામ આવત.
આ ઉપસંહાર પરથી સ્પષ્ટ સમજાયું હશે કે આ દેશી ભાષાના શબ્દ અને નામિકી અને આખ્યાતિકી વિભક્તિ તથા અન્ય પ્રત્ય સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત અને અપભ્રંશદ્વારા નિયમપુર સર આવ્યા છે. મુસલમાન અને પાશ્ચાત્ય પ્રજાઓએ હિંદુસ્તાન જીત્યું અને તેમના સમાગમમાં હિંદી પ્રજાઓ આવી તેથી ફારસી, અરબી, પોર્ટુગીઝ, અંગ્રેજી વગેરે ભાષાઓમાંથી ગુજરાતીમાં શબ્દો દાખલ થયા છે; પરંતુ, ભાષાના બંધારણ પર એ ભાષાઓની નહિ જેવીજ અસર થઈ. નવા શબ્દો અને રચનાઓ દાખલ થઈ છે. હરકોઈ જીવન્ત ભાષામાં એવા વિકાર થયાંજ કરે છે.
પ્રકરણ ૩૧મું
દ્વિરુક્ત શબ્દ દ્વિરુક્તિઃ અર્થ–ગુજરાતી ભાષામાં ઘણે સ્થળે એકને, એક શબ્દ બેવડાયલે જોવામાં આવે છે. શબ્દની આ પ્રમાણે દ્વિરુક્તિ થવાથી તેમાં દરેકને, “પૂર્ણપણાને, “વારંવાર થવાને,