Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
વ્યાકરઃ મહત્ત્વનું પ્રયોજનાદ ૫૯ પ્રજન–આ પ્રમાણે ભગવાન કાત્યાયને વ્યાકરણ શીખવાનાં મુખ્ય પ્રયોજન ચાર આપ્યાં છેઃ–૧. શુદ્ધ ભાષાનું રક્ષણ, ૨. સંક્ષેપે જ્ઞાન, ૩. શુદ્ધ રૂપને તર્ક, અને ૪. તે વિષે અસંદેહ. મહાભાષ્યકાર પતંજલિએ એ બધાં પ્રજનનું સારી રીતે વિવરણ કર્યું છે. ભાષાશુદ્ધિની રક્ષા, લિંગ ને વિભક્તિને જે સ્થળે જે ઘટે તે વિપરિણામફેરફાર કરી ગ્ય અર્થને તર્ક, સંદિગ્ધ સ્થળે નિશ્ચય કરવાનું સાધન પ્રાપ્ત કરવું, અને સંક્ષેપમાં શબ્દશાસ્ત્રનું જ્ઞાન મેળવવું, એ વ્યાકરણશિક્ષણનાં મુખ્ય પ્રયોજન છે. બેલવામાં લેકેને નિયમમાં રાખનાર અને શુદ્ધ શું અને અશુદ્ધ શું તે દર્શાવનાર વ્યાકરણ છે. પદાર્થમાત્રની પેઠે ભાષા પણ વખતે વખતે વિકાર પામતી જાય છે. એમ ઘણા વિકાર પામી અશુદ્ધ ન થાય તેને માટે વ્યાકરણની જરૂર છે. પ્રાચીન મુનિઓએ કહ્યું છે કે જેઓ અપશબ્દ વાપરે છે તે પ્લેચ્છ છે. અપશબ્દ પણ સ્વેચ્છ-દૂષિત છે. આપણે સ્વેચ્છ થઈએ નહિ, માટે પણ વ્યાકરણનું અધ્યયન કરવું જોઈએ. આર્ય લેકે અનાર્ય લેકેના સંબંધમાં આવ્યાથી તેમના મનમાં સંસર્ગથી ભાષા અશુદ્ધ થશે એવી ચિન્તા પેઠી. ભાષાને અશુદ્ધ થતી અટકાવવા માટે તેમણે આ પ્રમાણે કહ્યું છે. ભાષાશુદ્ધિ માટે આપણું પૂર્વજે કેટલી બધી સંભાળ રાખતા તે આથી સમજાશે. ભાષાશુદ્ધિ વ્યાકરણના સારા જ્ઞાન વગર જળવાતી નથી, માટે જેમને શુદ્ધ ભાષા બેલવાની ને લખવાની ઈચ્છા હોય તેમણે અવશ્ય વ્યાકરણનું સારું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ચારણીથી જેમ ઘૂલું ચળાઈ જઈ મેદે જુદે પડે છે, તેમ વ્યાકરણના જ્ઞાનથી અશુદ્ધતા જતી રહી શુદ્ધતા પ્રાપ્ત થાય છે. | સર્વ વિદ્યાની વિદ્યા–દરેક શાસ્ત્ર ને વિષયમાં વિચાર દર્શાવવાનું સાધન ભાષાજ છે, અર્થાત્, શબ્દ છે અને શબ્દનું જ્ઞાન વ્યાકરણ વગર મળી શકતું નથી. આજ કારણને લઈને હરિએ વ્યાકરણવિદ્યાને સર્વ વિદ્યાની વિદ્યા કહી છે. શબ્દ સિવાય મળી શકે એવું કંઈ પણ