________________
૧૪૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
વિકાર્ય કર્મના બે પ્રકાર છે -એક પ્રકૃતિના વિનાશથી ઉત્પન્ન થાય તે અને બીજું પ્રકૃતિમાં સહેજ ફેરફાર થઈ, અન્ય ગુણની ઉત્પત્તિ થવાથી થાય છે.
લાકડાને (લાકડાની) ભસ્મ કરે છે” એમાં “ભસ્મ” એ લાકડારૂપી પ્રકૃતિના ઉચ્છેદથી થયેલું કર્મ છે.
“સેનાનું કુંડળ બનાવે છે, એમાં “સેનું એ પ્રકૃતિમાં ફેરફાર કરી અન્ય ગુણ લાવી “કુંડળ” એ વિકાર ઉત્પન્ન કરે છે, માટે એ બીજા પ્રકારનું વિકાર્ય કર્મ છે.
પ્રાપ્ય કર્મ-કર્તા પિતાની ક્રિયાથી જે કર્મ ઉત્પન્ન કરતું નથી કે જેમાં વિકાર કરતું નથી, માત્ર પોતાની ક્રિયા વડે જેને પ્રાપ્ત કરવા ઇચ્છે છે તે પ્રાપ્ય કર્મે છે.
તે ઘડે જુએ છે, એમાં “ધ” એ પ્રાપ્ય કર્મ છે. હરિ કહે છે કે જે કર્મમાં ક્રિયાએ કરેલા ફેરફાર પ્રત્યક્ષ જણાતા નથી કે તેનું અનુમાન થઈ શકતું નથી, તે પ્રાપ્ય કર્મ છે. તે ઘડે બનાવે છે, એમાં નિત્ય કર્મ “ઘડામાં કુંભારની ક્રિયાથી થયેલ ફેરફાર પ્રત્યક્ષ છે; કેમકે ઘડે પિતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, એમ સ્વરૂપલાભ એ કિયાએ કરેલું વિશેષ છે. “સુવર્ણનું કુંડળ બનાવે છે એમાં વિકાર્ય કર્મ કુંડળીમાં સોનાની ક્રિયાથી કંઈક ફેરફાર થયેલ અને સુવર્ણને બદલે અન્ય ગુણવાળી વસ્તુ બનેલી પ્રત્યક્ષ છે. “તે પુત્રસુખ અનુભવે છે. એમાં તેના મુખ ઉપર પ્રસાદના ચિહ્નથી સુખનું અનુમાન થાય છે. પ્રાપ્ત કર્મમાં કર્તાએ કરેલી ક્રિયાને વિશેષ પ્રત્યક્ષ કે અનુમાનથી ઉપલબ્ધ થતો નથી.
આ પ્રમાણે નિર્વત્ય, વિકાર્યું, અને પ્રાપ્ય, એ ત્રણ ઈસિત કર્મના પેટા વિભાગ છે. અનીતિ કર્મને ઉદાસીન અને હૈષ્ય એવા બે પેટા ભાગ ઉપર દર્શાવ્યા છે.
પ્રધાન ગણુકર્મ અકથિત કર્મધાતુ દ્વિકર્મક હોય ત્યારે એક કર્મ પ્રધાન ને બીજું ગૌણ હોય છે. “શિષ્યને ધર્મ ઉપદેશે છે. છોકરાને માર્ગ પૂછે છે, છોકરાને માર્ગ કહે છે. એમાં ઉપદેશે છે, “પૂછે છે અને કહે છે, એ ક્રિયાપદ દ્વિકર્મક છે. “ધર્મ અને “માર્ગ” એ પ્રધાન કર્મ અને શિષ્યને અને “છોકરાને એ ગૌણ કર્મ છે.
ગૌણ કર્મને સરકૃતમાં અકથિત કર્મ પણ કહે છે; કારણ કે ઈચ્છા હોય તે એ કર્મને અન્ય કારકથી પણ દર્શાવી શકાય. “છોકરાને, “શિષ્યને, એને