Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૮૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ છે; કારણ કે ચતુર્થઃ પદ બલિ, ‘હિત “સુખ, “રક્ષિત,” કે “અર્થ’પદ સાથે સમાસ પામે છે; અથવા તે પ્રકૃતિવિકૃતિભાવવાચક પદને સમાસ ચતુથતપુરુષ ગણાય છે. “ધૂપદાસ” એ ચતુર્થીતપુરષ છે; કારણ કે એમાં પ્રકૃતિવિકૃતિભાવ છે. “દારુ’ એ પ્રકૃતિ (મૂળ વસ્તુ) છે અને ‘ધૂપ એ વિકૃતિ (મૂળ વસ્તુની બનેલી વસ્તુ) છે. “અશ્વઘાસ,” યજ્ઞસ્તંભ,” “રધનસ્થલી,” એમાં પ્રકૃતિવિકૃતિભાવ નથી, માટે એની ગણને પછીતપુરુષમાં કરી છે.
સપ્તમીતપુરુષ-પૂર્વપદ ઉત્તરપદ સાથે સપ્તમી વિભક્તિના સંબંધથી જોડાયું હોય એ તપુરુષ સમીતપુરુષ કહેવાય છે.
દાખલા –
દેવાધીન, વ્યવહારકુશળ, શાસ્ત્રનિષ્ણાત; પુરુષોત્તમ, દ્વિજસત્તમ, નરક, દ્વિશ્રેષ્ઠ લકત્તર (લેકને વિષે ઉત્તર; અલૌકિક)
અધમ (ત્રણને વિષે અધમ-કરજદાર); ઉત્તમર્ણ (બાણને વિષે ઉત્તમ લેણદાર)–અધમ ને “ઉત્તમ” વિશેષણ ઉત્તરપદને બદલે પૂર્વપદ થયાં છે.
એકદેશી કે અવયવી સમાસ–એકદેશ એટલે અવયવ. અવયવ અને અવયવીને સમાસ એક પ્રકારને ષષ્ઠીતપુરુષ સમાસ છે. પરંતુ એમાં ષયઃનામ પહેલું આવવાને બદલે છેલ્લે આવેલું છે.
દાખલા:
પૂર્વકાય (કાયને–શરીરને પૂર્વ ભાગ); મધ્યાહ્ન (અહનનેદિવસને મધ્ય ભાગ; “અહન’નું “અહ્ન થયું છે.)
મધ્યરાત્ર–મધરાત (રાત્રિને મધ્ય ભાગ, રાત્રિનું “રાત્રી થયું છે.)
પૂર્વ-અપરાણે (અહનને–દિવસને પૂર્વ ભાગ–પાછલે ભાગ; અપર=પાછલે; “અહન નું “અદ્ધર થઈ તેમાંના ‘ના’ને ‘ણ થયેલ છે.)
ઉપપદસમાસ-નામ અને ધાતુસાધિત શબ્દને સમાસ તે ઉપપદ સમાસ છે.