________________
૨૮૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
સહાધ્યાયી અવ્યયને વિશેષણ તરીકે ઉપયાગ છે); દક્ષિણાપથ; ઉત્તરાપથ (‘દક્ષિણા’ને ‘ઉત્તરા’ અવ્યય છે તે વિશેષણ તરીકે વપરાયાં છે; ‘પશ્ચિન્’[માર્ગ] નું ‘પથ’ થયું છે; ઉત્તર માર્ગ–ઉત્તર દેશ, દક્ષિણ દેશ, એવા અર્થ છે.)
(૧) ઘનશ્યામ, ચન્દ્રમુખ, વજદેહ એવા સમાસમાં ઉપમાન પૂર્વપદ હાવાથી એ ઉપમાનપૂર્વપદ કર્મધારય કહેવાય છે.
(૨) વદનકમળ (કમળ જેવું વદન); મુખચન્દ્ર; ચરણુપલ્લવ (પલ્લવ જેવા ચરણ); વચનામૃત—આવા સમાસમાં ઉપમાન ઉત્તરપદ હાવાથી એ સમાસ ઉપમાનાત્તરપદ કર્મધારય કહેવાય છે.
(૩) વદનકમળ (વદન એજ કમળ, વનરૂપી કમળ); ભવસાગર; દુઃખાબ્ધિ (દુઃખ એજ અબ્ધિ-સમુદ્ર); મયૂરભેંસક (મયૂર એજ વ્યંસક-ધૂર્ત-ધૂર્ત મયૂર)—આવા સમાસમાં પૂર્વપદ અર્થધારણવાચક–નિશ્ચયવાચક છે; માટે એ અવધારણપૂર્વપદ કર્મ
ધારય કહેવાય છે.
સંસ્કૃતમાં આને મયૂર્વ્યસકાદિ સમાસ કહે છે; કેમકે ‘મયૂરયંસક' એ એવા કેટલાક અનિયમિત સમાસાના વર્ગમાં આદિ છે.
એ વિગ્રહ વદનકમળ’ એ સમાસના વિગ્રહ એ રીતે થઇ શકે છે:—૧. કમળના જેવું વદન; ૨. વદન એજ કમળ. ૧.માં ‘વદન’ પ્રધાનપદ છે. અને ૨.માં ‘કમળ' પ્રધાનપદ થાય છે. એ સમસ્ત પદના વિશેષણના અન્વય સમાસના જે અવયવની સાથે ઘટે તે પરથી સમાસના પ્રકાર નક્કી થાય છે. ‘પ્રફુલ્લ વદનકમળ’— અહિં ‘પ્રફુલ્લ’ના અન્વય કમળ’ સાથે વાચ્યાર્થમાં ઘટે છે; માટે સમાસ મયૂરબ્યસકાદિ છે. ‘સુંદર વદનકમળ’—આમાં વિશેષણને અન્વય સમાસનાં બંને પદ સાથે ઘટે છે; માટે બંને પ્રકાર લઈ શકાય. ‘હાસ્યયુક્ત વદનકમળ’—આમાં વિશેષણને અન્વય ‘વદન’ સાથે વધારે ઘટે છે; માટે ઉપમાનાત્તરપદ કર્મધારય છે,