________________
૨૮૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
મિત્રાવરુણ, અગ્રીમ, ઘાવાભૂમિ, ઘાવાપૃથિવી (દિનું ઘાવા થાય છે. (“દિવ્” આકાશ) - એકશોષ–સંસ્કૃતમાં 4% સમાસના બે અવયવમાંને એક દિવચનમાં વપરાઈ બંનેનો અર્થ બતાવે છે. એક શેષ રહી બેને અર્થ દર્શાવે છે, માટે એને “એકશેષ દ્વન્દ્ર” કે “એકશેષ” કહે છે; જેમ કે,
વિતર-માતા ને પિતા; શ્વસુ-સાસુને સસરો; ટુ-હંસી ને હસ. ગુજરાતીમાં આ એકશેષ સમાસ બીલકુલ પ્રચારમાં નથી.
તપુરુષ–ત તે અને પુરુષ” એ બે પનું “તપુરુષ” પદ બન્યું છે. એને અર્થ તેને પુરુષ એ થઈ શકે છે. એ અર્થથી સમાસના લક્ષણ પર પ્રકાશ પડે છે. જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિના સંબંધથી જોડાયું હોય તે તપુરુષ સમાસ કહેવાય છે. એમાં ઉત્તરપદ પ્રધાન છે અને પૂર્વપદ ગૌણ છે.
દ્વિતીયા તપુરુષ-પૂર્વપદ ઉત્તરપદ સાથે દ્વિતીયા વિભક્તિના સંબન્ધથી જોડાયું હોય એ સમાસ દ્વિતીયાતપુરુષ કહેવાય છે. તે
દાખલા:
ઇન્દ્રિયાતીત (ઇન્દ્રિયને–ઇન્દ્રિયના માર્ગને-અતીત-ળગેલું); દેશગત (દેશમાં ગયેલું; દેશ ગયેલું–ગત્યર્થક ક્રિયાપદને યેગે દ્વિતીયા વપરાય છે.); દુઃખાપન્ન (દુઃખને આપન્ન-પ્રાપ્ત થયેલું); દુઃખ પ્રાપ્ત (દુઃખને પ્રાપ્ત થયેલું), કૃષ્ણશ્રિત (કૃષ્ણને આશ્રિત ); મુહૂર્તસુખ (મુહૂર્તપર્યન્ત સુખ, દ્વિતીયા અત્યન્તસંગવાચક છે.)
ખરૂઢ (ખશ્નમાં—ખાટલામાં આરૂઢ)–નિન્દાવાચક છે. જે શિષ્ય ભાંય પર સૂવાને બદલે ખાટલામાં સૂએ છે તેની નિન્દા સમાસથી ગમ્ય થાય છે. સંસ્કૃતમાં એ સમાજ નિન્દાવાચક છે. એને વિગ્રહ નિન્દાવાચક નથી.
તૃતીયાતપુરુષ–એમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે તૃતીયાના સંબંધથી જોડાયું હોય છે.
દાખલા:શ્રીયુત (શ્રી વડે યુત=જોડાયેલું); ઈશ્વરનિર્મિત માતૃસદશ