Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
સમાસઃ પ્રકારાદિ
૨૮૩
અર્થ જેમાં હોય એવાં પદેને સમાસ સમાહારદ્વન્દજ હે જોઈએ એ નિયમ છે.
હસ્તપાદ, હસ્યશ્વરથપદાતિ, વગેરે સંસ્કૃતમાં સમાહારદ્વન્દ્ર છે પરંતુ ગુજરાતીમાં હાથપગ બહુવચનમાંજ વપરાય છે જેમકે, મારા હાથપગ ચાલતા નથી); માટે, હાથપગ, હસ્તપાદ વગેરેને ઇતરેતરä લેવાજ યુક્ત છે.
પરંતુ સંસ્કૃતમાં જે કેટલાક દાખલા ઇતરેતરદ્વન્દ્રના છે તે ગુજરાતીમાં સમાહારદ્વન્દ્ર તરીકે વપરાય છે.
ન્યાયાખ્યાય, લાભાલાભ; સારાસાર, જાઆવ, ઊઠબેસ–આ એવા દાખલા છે.
યદ્વાલદ્વા (જે તે)–એ પણ સમાહારદ્વન્દ્ર છે.
કૂમ–% સમાસમાં પદોને કયા કુમમાં ગોઠવવાં તેને માટે કેટલાક નિયમ છે તે નીચે આપ્યા છે. ( ૧ અભ્યહિતના-પૂજ્યના નામને પ્રથમ પ્રયોગ થાય છે.
દાખલા:-માતપિતા, માબાપ, પાર્વતીપરમેશ્વર, ઉમામહેશ્વર, લક્ષ્મીનારાયણ, સીતારામ, સાસુસસરા
માતા - પિતામાં માતા વધારે પૂજ્ય છે. દંપતીમાં સ્ત્રી વિશેષ પૂજ્ય છે. સ્ત્રીની પૂર્વ કાલે મનાતી પ્રતિષ્ઠાની ભાષા પણું સાક્ષી પૂરે છે.
૨. ભાઈનાં, ઋતુનાં, નક્ષત્રનાં નામમાં સમયના કૂમ પ્રમાણે નામ ગોઠવાય છે. વર્ણનાં નામમાં દરજજાને ક્રમ સચવાય છે.
દાખલા-યુધિષ્ઠિરાન; ભીમાર્જુન, શિશિરવસન્ત; કૃત્તિકારેહિણી, બ્રાહ્મણક્ષત્રિશુદ્ધ ૩. ઈકારાન્ત પદ પહેલું મુકાય છે.
હરિહર ૪. લધુ વર્ણવાળું પદ પૂર્વે આવે છે.
કુશકાશ દેવતાદ્વ –દેવતાનાં નામ દ્વન્દ સમાસમાં વપરાય છે. એને દેવતા કહે છે. એમાં પૂર્વપદનો સ્વર દીધે થાય છે.