Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
સમાસઃ પ્રકારાદિ
૨૮૧ (૪) ભૂ+ઈ+સ્ય=+ઈસ્ય–ભવિષ્ય () શાત=
શિસ્ત=(ધાતુના “આને “ઈ' થઈ) શિસ્ત=
શિષ્ટ=શિષ્ટ વસુઈત=સૂઈત (૪)=+ઈત–ઉષિત પ્રોષિતભર્તૃકા નાયિકા (જેને સ્વામી પ્રવાસમાં હોય
એવી નાયિકા) (૩) નિષ્ણાત (નિ+સ્નાતક “ને “” થવાથી “ને ‘ણ થયે છે [વ્યું. સં. ૪])) અધિષિત (અધિ-સ્થિત “સુને ‘ષ” થવાથી “ને “”થ છે); યુધિષ્ઠિર પ્રતિષેધ નિષેધ
માતૃષ્પસા––માતુ સ્વસા; પિતૃષ્પસા––પિતુઃસ્વસા
અપવાદ--વિસ્મરણ; વિસ્તીર્ણ અનુસરણ વિસર્ગ, ઉસ (કિરણ); વિસઢ
પ્રકરણ ૨૬મું
સમાસ: પ્રકારાદિ સમાસઃ વૃત્તિ-બે કે વધારે પદેનું એકીભવન–એક થવું તે સમાસ. સમાસને સંસ્કૃત વૈયાકરણએ એક પ્રકારની વૃત્તિ કહી છે. વૃત્તિમાં કૃદન્ત અને તદ્ધિતાન્ત પણ આવે છે. | સમાસઃ અન્વય-સમસ્ત પદમાંથી એકજ અર્થ નીકળે છે. તેથી જે અર્થ નીકળે છે તે અર્થવાળા મુખ્ય પદની સાથેજ વાક્યનાં બીજાં પદને અન્વય હોઈ શકે છે, ગૌણ પદ સાથે હોઈ શકતો નથી. દાખલા તરીકે, “રાજપુરુષ એ સમસ્ત પદમાં પુરુષને અર્થ પ્રધાન છે અને “રાજને ગૌણ છે. વાક્યમાં બીજાં પદે પુરુષ પદના અર્થની સાથે જ અન્વય પામશે, “રાજ' પદના અર્થની સાથે નહિ. મારું” એ વિશેષણને અન્વય “રાજ” પદ સાથે થઈ શકશે નહિ. મિટા રાજાને પુરુષ એ અર્થ માટે રાજપુરુષ એમાંથી નીકળશે