Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૨૮૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ નહિ. “મહારાજપુરુષ એમ “મહા' પદને સમાસમાં દાખલ કરીએ ત્યારે જ તેને અન્વય “રાજ સાથે થઈ શકે.
પ્રકાર – સમાસના પ્રકાર નીચે પ્રમાણે છે –
૧. દ્વન્દ ૨. તપુરુષ, ૩. બહુશ્રીહિ; ૪. અવ્યયીભાવ ૫. સુસુપ્સમાસ
વિગ્રહ-સમાસને અર્થ શબ્દો છૂટા વાપરી દર્શાવે તેને સમાસને વિગ્રહ કરે કહે છે. વિગ્રહ=ટું કરવું તે.
દ્વન્દ્ર-દ્વન્દ્ર એટલે જોડકું. જેડકામાં જેમ બને અવય સમાન કક્ષામાં છે, કે પ્રધાન નથી કે ગૌણ નથી, તેમ દ્વન્દ્ર સમાસમાં સમસ્ત પદે સમાન પંક્તિમાં છે. એમાં બે કે વધારે પદ સમુચ્ચયવાચક અવ્યયથી (અને થી) જોડાયેલાં હોય છે.
પ્રકાર– ના બે પ્રકાર છે ૧. ઇતરેતરદ્વન્દ્ર અને ૨. સમાહારદ્વ.
ઇતરેતરન્દ્ર-ઇતરેતર દ્વન્દ્રમાં ઉપર સમજાવ્યા પ્રમાણે બંને પદ સમાન કક્ષામાં છે. આ કારણથી સમાજમાં બહુવચનને અર્થ છે જેમકે, માબાપ કહે તે તમારે માનવું; તેઓ તમારા ભલાની
ખાતર કહે છે.
દાખલા:
માબાપ, ભાઈબેન, સગાંવહાલાં, રામલક્ષ્મણ, ભીમાર્જન, કૌરવપાંડવ, દંપતી (દં=જાયા)
સમાહારદ્વન્દ-સમાહારમાં સમસ્ત પદનો છૂટે અર્થ નથી, પણ સમાસમાંથી સમાહારને–સમુદાયને અર્થ નીકળે છે. આથી સમસ્ત પદ એકવચનમાં રહે છે.
સંસ્કૃત વ્યાકરણમાં પ્રાણના, સેનાના, કે વાઘના અવયવને