________________
સર્વનામ પ્રકારાદિ
૧૬૩ સર્વનામ' કહેવાય છે. આ પ્રમાણે “સર્વનામ' શબ્દ “પ્રતિનામ શબ્દ કરતાં વધારે યુક્ત છે અને અન્યર્થ છે.
પ્રકાર--સર્વનામના પ્રકાર નીચે પ્રમાણે છે--
૧. પુરુષવાચક ૨. દર્શક; ૩. સાપેક્ષ ૪. પ્રશ્નાર્થ; ૫. અનિશ્ચિત; ૬. સ્વાર્થ; ૭. અન્યવાચક. - પુરુષવાચક–પુરુષ ત્રણ છે–પહેલે, બીજે, ને ત્રીજે. સંસ્કૃત વ્યાકરણમાં એ પુરુષને અનુક્રમે ઉત્તમ, મધ્યમ, અને પ્રથમ પુરુષ કહે છે. સંસ્કૃતમાં ત્રીજા પુરુષથી રૂપાખ્યાન આપવાને પ્રચાર છે તેમાં ત્રીજે, બીજે, ને પહેલે, એ કેમ છે. આ કારણથી ત્રીજો પુરુષ પ્રથમ પુરુષ કહેવાય છે, બીજે મધ્યે હેવાથી મધ્યમ, અને પહેલે બેલનારને લગતે છેલ્લે હોવાથી ઉત્તમ કહેવાય છે.
“એ પહેલે પુરુષ, “તું એ બીજે પુરુષ, અને તે એ ત્રિીજો પુરુષ છે. એ પુરુષનાં રૂપ ત્રણે જાતિમાં સરખાં છે વચન અને વિભક્તિના પરત્વેજ રૂપમાં ભેદ છે. હાલમાં તેનું સ્ત્રીલિંગ (તેણી એવું રૂપ માત્ર પારસી લેખકેજ નહિ પણ હિંદુ લેખકે પણ વાપરતા થયા છે, પરંતુ એ રૂપ શિષ્ટ ગણી શકાય એમ નથી. જાની ગુજરાતીમાં “તેણી, “જેણી,’ એવાં સ્ત્રીલિંગનાં રૂપ જોવામાં આવે છે.
“તુને તેણે સ્ત્રીએ સંકેત કહું તે સઘલું વૃત્તાંત કહું. પ્રધાન બેલું રાજા સાંભલિ. તેણે સ્ત્રીય સંકેત કહું તે હું તુજ નઈ કહું.
વેતાલપંચવિંશી, પૃ. ૫ તેણીયૐ એ તૃતીયાનું રૂપ “પંચાખ્યાનમાં છે એમ ડૉ. ટેસિટેરિ કહે છે. રાજકન્યા મઈ દીઠી જિસઈ હઉં મેહિલ તેણય તિસિઈ
તેણી એ રૂપ પ્રેમાનન્દમાં “ચન્દ્રહાસ-આખ્યાનમાં છે. ધાભી નામે પ્રેમદા, તેણિએ પ્રસવ્ય બાળ. કડવ રજું