________________
૧૬ર ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
સર્વનું નામ તે સર્વનામ. માત્ર નામને ઠેકાણે વપરાઈ પ્રતિનામ થાય છે એટલું જ નહિ, પરંતુ એ સર્વનું નામ છે માટે સર્વનામ છે. સર્વ બેલનારા પિતાને માટે હું વાપરે છે; સર્વ પાસેના પદાર્થને માટે આપણે “આ વાપરીએ છીએ; આમ હું એ સર્વ બેલનારાનું નામ છે, “તે એ સર્વ પક્ષ પદાર્થનું નામ છે, “આ”, “એ, એ સર્વ પ્રત્યક્ષ પદાર્થનું નામ છે; “કોણ” એ સર્વ અનિશ્ચિત, અજ્ઞાત પદાર્થનું નામ છે માટે એ બધા શબ્દ સર્વનું નામ હોવાને લીધે
In this universality of their application, as depondent upon relative situation merely, and in the consequent capacity of each of them to designate any object which has its own specific names besides and so in a manner to stand for and represent that other name lies the essential character of the pronoun. The Hindu title. sarvan âman ‘name for every thing,' 'universal designation, is therefore more directly and fundamentally characteristic than the one we give them, pronoun 'standing for a name." Whitney quoted in Morris' "Historical Outlines of English Accidence," p.p. 124-125.
માત્ર એકજ પદાર્થ સૂર્ય કહી શકાય છે; માત્ર અમુક પદાર્થો જ ત હેય છે; પણ એવું કંઈ નથી કે જે, જે દૃષ્ટિબિંદુએ જોઈએ તે દૃષ્ટિબિંદુથી અનુક્રમે હું, તું, અને તે હોઈ ન શકે.
આ પ્રમાણે જુદા જુદા પદાર્થના સંબંધમાં જુદી જુદી સ્થિતિને લીધે સર્વનામને પ્રયોગ સર્વવ્યાપક છે અને પદાર્થનું ખાસ નામ હોય છે તે ઉપરાંત તેને લાગુ પડે એવી દરેક સર્વનામમાં શક્તિ છે તેમજ તે નામને બદલે જાણે તેને પ્રતિનિધિ તરીકે રહી શકે છે, તેમાં જ સર્વનામનું ખાસ લક્ષણ સમાયેલું છે. તેટલા માટે એવા શબ્દને આપણે પ્રાઉન-“પ્રતિનામ–બદલે આવે છે, એવી સંજ્ઞા આપીએ છીએ તેના કરતાં હિંદુ લોકોની “સર્વનામ-દરેક પદાર્થનું નામ, સર્વવ્યાપક સંજ્ઞા, એ સંજ્ઞા વધારે સીધી રીતે અને એના મૂળને બરાબર લાગુ પડે એવી રીતે એનું લક્ષણ દર્શાવે છે. મૉરિસવિરચિત “અંગ્રેજી ભાષાના પદવિન્યાસની ઐતિહાસિક રૂપરેખામાં હિટનિના ગ્રન્થમાંથી ૯તારે આપ્યો છે તે.