Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
સર્વનામઃ પ્રકારાદિ
૧૬૧ મુગ્ધાવબોધ ઔક્તિકમાં પણ સંસ્કૃતના જેવી રચના છે. મેધિ વરસતઈ મેર નાચઈ. પૃ૦ ૧૩૮ જુઓ. ૪. કરણાર્થે સો રૂપીઆમાં તેને માસિક ખર્ચ નીભશે નહિ. પ. નિપુણદિને ગે–
નિપુણ, પ્રવીણ, નિષ્ણાત, હોશિયાર, કાબેલ, જેવા અર્થના વિશેષણને વેગે સપ્તમી વપરાય છે.
તે ગણિતમાં હોશિયાર છે. તે સર્વ શાસ્ત્ર ને કળામાં નિષ્ણાત-કુશળ છે.
લા
પ્રકરણ ૧૬મું
સર્વનામ: પ્રકારાદિ . અન્યર્થતા- સર્વનામ શબ્દને અંગ્રેજીમાં પ્રતિનામ કહે છે. અંગ્રેજી શબ્દ કરતાં “સર્વનામ” શબ્દ વધારે યુક્ત છે એમ હિનિ કહે છે.
ભાષ્યકારે સંજ્ઞા કેવી હોવી જોઈએ તે પ્રશ્ન અનેક સ્થળે ચર્યો છે અને કહ્યું છે કે સંજ્ઞા એવી હેવી જોઈએ કે તેનાથી કંઈ નાનું સ્વરૂપ થઈ શકે નહિ. અર્થાત , સંજ્ઞાશબ્દ જેમ બને તેમ નાનામાં નાના હોવા જોઈએ; જેમકે સંસ્કૃત વ્યાકરણમાં ટિ, ધિ, વગેરે સંજ્ઞા નાનામાં નાની છે. એમ છતાં પણ જ્યારે આચાર્ય પાણિનિ “સર્વનામ' જેવી મેટી સંજ્ઞા પાડે છે ત્યારે તેને કંઈ હેતુ હવે જોઈએ. તે હેતુ એવો છે કે એ સંજ્ઞા અન્વર્થ છે.
*"Only one thing may be called the Sun; only certain objects are white; but there is nothing which may not be I and you and it, alternately as the point from which it is viewed,