________________
વિશેષણઃ પ્રકારાદિ
૧૮૩ અનુવાદ્ય ઘટક અવયવ-અંશ હોવાથી અનુવાદ્ય વિશેષણ કહેવાય છે. એ જ પ્રમાણે કે સુંદર છે એ વિધેયને “સુંદર અંશ (ઘટક અવયવ) છે, માટે એ વિધેય વિશેષણ છે.
પૌવપર્યને નિયમ–વ્યાકરણશાસ્ત્રને એક નિયમ છે કે અનુવાદ્ય કહ્યા પહેલાં વિધેય કહેવો નહિ. એ નિયમનો ભંગ કરવાથી વિધેયને વિમર્શ–સમ્યક વિચાર આવી શકતું નથી. આથી કાવ્યશાસ્ત્રમાં આ દોષને વિધેયાવિશે દોષ કહ્યો છે.
ધિક્કાર છે આજ કે મારે શત્રુ છે એમાં “ધિક્કાર છે ” એ વિધેય કેને માટે છે તેનો વિચાર અનુવાદ્ય વગર આવી શકતો નથી. “આજ ધિક્કાર છે કે મારે શત્રુ છે,” એમ કહેવું યુક્ત છે. એમાં અનુવાઘ “આજે' કહીને પછી તેનો વિધેય ધિક્કાર છે' કહ્યો છે. “આજ” એટલે “કે મારે શત્રુ છે,” એ વાત.
અંગ્રેજી ને દેશી રચના–અંગ્રેજીમાં ઘણી વાર વાક્યમાં જુસ્સો લાવવા વિધેય વિશેષણ વાક્યના આરંભમાં મૂકવામાં આવે છે; અર્થાત, ત્યાં તે અનુવાઘની પહેલાંજ આવે છે; જેમકે,
Happy is he who is contented—'Yun an à 67 સંતુષ્ટ છે,” આ પ્રમાણે અંગ્રેજીમાં કહી શકાય છે, તો સંસ્કૃત વૈયાકરણોએ ઉપલો નિયમ કર્યો તેનો અર્થ શો ? અર્થ સ્પષ્ટ છે. સામાન્ય રીતે અનુવાદ કહ્યા વિના વિધેય કહેવાય નહિ; કારણ કે જેને વિષે વિધાન કરવાનું છે તે કહ્યા વગર આરંભમાં જ વિધેય કેમ મુકાય ? ખાસ પ્રયોજન હોય તે જુદી વાત છે. અંગ્રેજી નામાં વિધેય પ્રથમ મૂકવાનું ખાસ પ્રયોજન વિચારમાં જોમ લાવવાનું છે. તે ભાષાની એવી રૂઢિ છે. ઉપલા વાકયમાં જ્યાં દોષ બતાવ્યો છે ત્યાં અનુવાદ કહ્યા વિના વિધેયને તેની પહેલાં મૂકવાનું એવું કંઈ પ્રયોજન નથી. ધિક્કાર છે આજ” એમ કહ્યું છે એટલે જુસ્સ બતાવનાર શબ્દ “જ' તે અનુવાદની-આની સાથે છે; વિધેયને આરંભમાં મૂકવાનું આ રીતે કંઈ પ્રયોજન ન હોવાથી દેષ માન્યો છે.